Yuzvendra Chahal divorce news: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચારો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. જો કે, બંનેમાંથી કોઈએ હજી સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ્સ દ્વારા વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. આ બધા વચ્ચે, યુઝવેન્દ્ર ચહલે એક નવી શરૂઆત કરી છે અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ચહલ હવે IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળશે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પંજાબ કિંગ્સની જર્સી પહેરેલો ફોટો શેર કર્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તે હવે આ નવી ટીમ સાથે જોડાશે. અગાઉ, ચહલ રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો.

છૂટાછેડાના સમાચારો અને આ નવી શરૂઆત વચ્ચે, ચહલના ચાહકો માટે આ એક સારા સમાચાર છે. જો કે, છૂટાછેડાના સમાચારોનું સત્ય હજુ સ્પષ્ટ થયું નથી. ચહલે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે જે સમાચારો ફરતા થઈ રહ્યા છે તે સાચા હોઈ પણ શકે છે અને ન પણ હોય. ધનશ્રી વર્માએ પણ સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી હતી, પરંતુ તેણે પણ છૂટાછેડાના સમાચારોને નકારી કાઢ્યા નહોતા.

આવી પરિસ્થિતિમાં, ચહલની નવી શરૂઆત તેના ચાહકો માટે એક આશાનું કિરણ છે અને તે ક્રિકેટના મેદાન પર ફરી એકવાર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ઉત્સાહિત છે.

નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડાની અફવાઓને કારણે સમાચારમાં રહે છે. એવી જોરદાર અફવાઓ છે કે ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા છૂટાછેડા લઈ શકે છે. હવે, છૂટાછેડાના આ સમાચારો વચ્ચે, ચહલ તે વ્યક્તિ સાથે જોવા મળ્યો જેની સાથે તેની પત્ની ધનશ્રી વર્માના અફેરની ચર્ચા થઈ રહી છે. આ રીતે ભારતીય સ્પિનરે બધાને ચોંકાવી દીધા.

ખરેખર, યુઝવેન્દ્ર ચહલ તેના સાથી ખેલાડી શ્રેયસ ઐયર સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન ચહલ અને ઐય્યર સાથે પંજાબ કિંગ્સનો સ્ટાર બેટ્સમેન શશાંક સિંહ પણ જોવા મળ્યો હતો. શ્રેયસ ઐયર અને ચહલની પત્ની ધનશ્રી વર્મા વચ્ચેના અફેરના સમાચારોએ જોર પકડ્યું હતું.

આ પણ વાંચો....

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ