IND vs ENG, Test Day 2: બીજા દિવસની રમત પૂર્ણ, ભારતના ચાર વિકેટે 125 રન
IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચનો આજે બીજો દિવસ છ. પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ ટોસ જીતીને બેટિંગ લીધી હતો. અંગ્રેજ ટીમ 183 રનમાં જ ખખડી ગઈ હતી.
બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ ગુમાવી 125 રન બનાવી લીધા હતા. ભારત પ્રથમ ઇનિંગમાં હજુ 58 રન પાછળ છે. વિરાટ કોહલી 0, પૂજારા 4, રહાણે 5 અને રોહિત શર્મા 35 રન પર આઉટ થયા હતા. ઇગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને બે, રોબિન્સને એક વિકેટ ઝડપી હતી.
ઇગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે વરસાદના કારણે ઇન્ડિયાની પ્રથમ ઇનિંગ રોકવામાં આવી હતી. અગાઉ ખરાબ પ્રકાશના કારણે મેચ રોકવામાં આવી હતી. બાદમાં ફ્લડ લાઇટ્સ શરૂ કરવામાં આવી પરંતુ વરસાદના કારણે ફરી મેચ રોકવી પડી હતી. ટીમ ઇન્ડિયા તરફથી હાલમાં લોકેશ રાહુલ 57 અને પંત સાત રન પર રમતમાં છે. ઇગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને બે અને ઓલી રોબિન્સને એક વિકેટ ઝડપી હતી
ઇગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી હતી. પરંતુ લંચ બ્રેક અગાઉ ટીમ ઇન્ડિયાને રોહિત શર્માના રૂપમાં ઝટકો લાગ્યો હતો. બાદમાં પૂજારા પણ કાંઇ ખાસ કમાલ કરી શક્યો નહોતો. અને ચાર રન પર આઉટ થયો હતો. બાદમાં કોહલી પણ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થયો હતો. રહાણે પણ પાંચ રન બનાવી આઉટ થયો હતો. એટલે કે 97 રનથી 112 રન વચ્ચે ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટ ગુમાવી હતી.
31 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટ 66 રન છે. રોહિત શર્મા 88 બોલમાં 28 રન અને લોકેશ રાહુલ 102 બોલમાં 32 રન બનાવી રમતમાં છે. બંનેએ દિવસની શરૂઆતથી ધીમી પણ મક્કમ બેટિંગ કરી રહ્યા છે.
27.3 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 51 રન છે. લોકેશ રાહુલ 22 અને રોહિત શર્મા 25 રને રમતમાં છે. બંનએ બીજા દિવસે ધીમી પણ મક્કમ શરૂઆત કરી છે.
રોહિત શર્મા અને લોકેશ રાહુલની ઓપનિંગ જોડીએ સંભાળીને શરૂઆત કરી છે. બીજી દિવસે પ્રથમ 13 ઓવરમાં બનેએ 24 રન ઉમેર્યા હતા. હાલ ભારતનો સ્કોર વિના વિકેટ 45 રન છે. રોહિત શર્મા 76 બોલમાં 25 અને લોકેશ રાહુલ 88 બોલમાં 17 રન બનાવી રમતમાં છે.
બીજા દિવસે ભારતે ધીમી શરૂઆત કરી છે. શરૂઆતની 8 ઓવરમાં 11 રન બનાવ્યા છે. રોહિત શર્મા 61 બોલમાં 18 અને લોકેશ રાહુલ 66 બોલમાં 11 રન બનાવી રમી રહ્યા છે. ભારત હજુ ઈંગ્લેન્ડથી 151 રન પાઠળ છે.
ભારતે બીજા દિવસની રમતની શરૂઆતની પ્રથમ ત્રણ ઓવર મેડન કાઢી છે. રોહિત શર્મા 9 અને લોકેશ રાહુલ 9 રને રમતમાં છે. એન્ડરસન અને રોબિનસન બોલિંગ કરી રહ્યા છે.
ભારતે પ્રથમ દિવસની રમતના અંતે 13 ઓવરમાં વિના વિકેટે 21 રન કર્યા હતા. રોહિત શર્મા અને લોકેશ રાહુલ 9-9ના સ્કોર પર ક્રિઝ પર હતા. પ્રથમ દિવસના અંતે ભારત ઈંગ્લેન્ડથી હજુ 162 રન પાછળ છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ભારતના પેસ એટેક સામે અંગ્રેજ ટીમ 183 રનમાં જ ખખડી ગઈ હતી. જો રૂટને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન લાંબો સમય પીચ પર ટકી શક્યા નહોતા.બુમરાહે 46 રનમાં ચાર અને શમીએ 28 રનમાં ત્રણ વિકેટ ઝડપતાં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ 65.4 ઓવરમાં 183 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 64 રન ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડે આખરી સાત વિકેટ માત્ર 45 રનમાં ગુમાવી હતી. પુંછડિયા બેટ્સમેનો ખાસ ટકી શક્યા નહતા. સેમ કરને અણનમ 27 રન નોંધાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -