IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચની ચોથા દિવસની રમત શરૂ થઈ ગઈ છે.  ભારતે ફોલોઓનથી બચવા હજુ 66 રનની જરૂર  છે. અશ્વિન 31 રન બનાવી આઉટ થતાં ભારતને સાતમો ફટકો લાગ્યો હતો.

વોશિંગ્ટન સુંદર 64 રને રમતમાં છે. સુંદરે ફિફ્ટી ફટકારવાની સાથે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તે કરિયરની વિદેશમાં અને ભારતમાં પ્રથમ ટેસ્ટ રમતી વખતે ફિફ્ટી ફટકારનારો ભારતનો આઠમો બેટ્સમેન બન્યો હતો.

આ પહેલા રુશિ મોદી, એસ અમરનાથ, અરૂણ લાલ, સૌરવ ગાંગુલી, સુરેશ રૈના, ગુજરાતનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ આ કારનામું કરી ચુક્યા છે.