દુબઇઃ એશિયા કપમાં ભારતીય ટીમ બુધવારે તેની બીજી મેચ રમી રહી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો હોંગકોંગ સામે છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્રથમ બેટિંગ કરી રહી છે, હોંગકોંગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં એક ફેરફાર કર્યો છે અને પાકિસ્તાન સામેની મેચમાં જીત મેળવનાર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે.
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે હાર્દિક પંડ્યા આગળની ટુર્નામેન્ટ માટે ટીમ માટે ખૂબ મહત્વનો ખેલાડી છે. તેથી તેને આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ રિષભ પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન સામે નહોતો રમ્યો ઋષભ પંત
નોંધનીય છે કે ઋષભ પંત પાકિસ્તાન વિરૂદ્ધ પ્લેઈંગ-11નો ભાગ નહોતો, પરંતુ દિનેશ કાર્તિકને વિકેટકીપર તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયો હતો. ઋષભ સારા ફોર્મમાં હોવાથી તેને પડતો મૂકવાના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું હતું. જો કે ટી20 ક્રિકેટમાં તેનો રેકોર્ડ સારો રહ્યો નથી. બીજી તરફ દિનેશ કાર્તિક ફિનિશર તરીકે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, જેના કારણે તે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે.
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે પાકિસ્તાન સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. હાર્દિક પંડ્યાએ પહેલા પાકિસ્તાન વિરૂદ્ધ 3 વિકેટ ઝડપી હતી, ત્યાર બાદ જ્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે 17 બોલમાં 33 રનની ઈનિંગ રમીને મેચમાં વિજય અપાવ્યો હતો. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં વિનિંગ સિક્સર ફટકારી હતી.
હોંગકોંગ સામે ભારતની પ્લેઈંગ-11
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
Weight Loss Juice: ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે વજન ઉતારતા આ ડ્રિન્કની જાણી લો રેસિપી
PM Modi Food Expenses: પીએમ મોદીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો