IND vs NED: ટીમ ઇન્ડિયાએ નેધરલેન્ડ્સને 160 રને હરાવ્યું

India vs Netherlands LIVE Score: વર્લ્ડકપમાં લીગ સ્ટેજની 45મી અને છેલ્લી મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Nov 2023 09:36 PM
ભારતની શાનદાર જીત

ભારતની નેધરલેન્ડ સામે શાનદાર જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડને 160 રને હરાવ્યું છે. ભારત તરફથી આજે 9 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. રોહિત અને વિરાટ કોહલીને આજે એક એક વિકેટ મળી હતી.

વિરાટ કોહલીને સફળતા મળી

વિરાટ કોહલીએ બેટિંગ બાદ બોલિંગમાં પણ પોતાની તાકાત દેખાડી હતી. ભારતીય દિગ્ગજે સ્કોટ એડવર્ડ્સને આઉટ કર્યો હતો. વિરાટ કોહલીની વનડે કારકિર્દીની આ પાંચમી વિકેટ છે. તો બીજી તરફ, હવે નેધરલેન્ડનો સ્કોર 26 ઓવર પછી 4 વિકેટે 119 રન છે. હાલમાં, ડચ ટીમ માટે એન્ગલબ્રાન્ડ અને બાસ ડી લીડે ક્રિઝ પર છે.

રવિન્દ્ર જાડેજાએ મેક્સ ઓડેડને આઉટ કર્યો

રવિન્દ્ર જાડેજાએ નેધરલેન્ડને ત્રીજો ઝટકો આપ્યો હતો. મેક્સ ઓડેડને રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ આઉટ કર્યો હતો. મેક્સ ઓડેડ 42 બોલમાં 30 રન બનાવ્યા હતા. નેધરલેન્ડનો સ્કોર 15.1 ઓવરમાં 3 વિકેટે 72 રન છે.

ભારતે નેધરલેન્ડને જીત માટે આપ્યો 411 રનનો ટાર્ગેટ 

ટીમ ઈન્ડિયાએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમીને 410 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યર (128 અણનમ) અને કેએલ રાહુલ (102)એ સદી ફટકારી હતી. આ વર્લ્ડકપમાં ભારતનો બીજો સૌથી મોટો સ્કોર બની ગયો છે. આ પહેલા શુભમન ગીલ 51, રોહિત શર્મા 61 અને વિરાટ કોહલીએ 51 અડધી સદી ફટકારી હતી. ODI ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતના ટોચના 5 ખેલાડીઓએ 50થી વધુ રન બનાવ્યા છે. કેએલ રાહુલે માત્ર 62 બોલમાં સદી ફટકારી હતી. રાહુલ હવે ભારત માટે વિશ્વમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

ભારતનો સ્કૉર 368-3

48 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 368 રન છે. શ્રેયસ અય્યર 104 અને કેએલ રાહુલ 88 રને રમી રહ્યા છે. બંને આસાનીથી ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યા છે.

ભારતનો સ્કોર 360/3

47 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 360 રન છે. શ્રેયસ અય્યર 86 બોલમાં 102 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે કેએલ રાહુલ પણ સદીની નજીક છે. તે 55 બોલમાં 82 રન સુધી પહોંચી ગયો છે.

શ્રેયસ અય્યરની તાબડતોડ સદી 

શ્રેયસ અય્યરે 84 બોલમાં 9 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી વર્લ્ડ કપની પોતાની પ્રથમ સદી ફટકારી છે. જ્યારે કેએલ રાહુલ પણ 51 બોલમાં 70 રન પર રમી રહ્યો છે. 46 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 346 રન છે.

ભારતનો સ્કૉર 337-3

45 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 337 રન છે. શ્રેયસ અય્યર 81 બોલમાં 97 અને કેએલ રાહુલ 48 બોલમાં 64 રન બનાવીને રમી રહ્યા છે. ટીમ ઈન્ડિયા સ્કોરને 400થી આગળ લઈ જવા પર નજર રાખશે.

કેએલ રાહુલનું ફિફ્ટી

રોહિત શર્મા, શુભમન ગીલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર બાદ કેએલ રાહુલે પણ અડધી સદી ફટકારી છે. પ્રથમ વખત ભારતના ટોપ-5 ખેલાડીઓએ મેચમાં અડધી સદી ફટકારી છે. 43 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 312 રન છે.

ભારતનો સ્કૉર 300 રનને પાર

શ્રેયસ અય્યર 71 બોલમાં 80 અને કેએલ રાહુલ 39 બોલમાં 49 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. બંને વચ્ચે 104 રનની ભાગીદારી થઈ છે. 42 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 304 રન છે.

ભારતનો સ્કૉર 280ને પાર

40 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 284 રન છે. શ્રેયસ અય્યર 73 અને કેએલ રાહુલ 37 રને રમી રહ્યા છે. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 68 બોલમાં 84 રનની ભાગીદારી છે.

ટીમ ઈન્ડિયાનો સ્કૉર 274-3

શ્રેયસ અય્યરની સાથે હવે કેએલ રાહુલે પણ ગિયર બદલ્યા છે. 39 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર ત્રણ વિકેટે 274 રન છે. અય્યર 62 બોલમાં 65 અને રાહુલ 30 બોલમાં 36 રને રમી રહ્યા છે. અય્યરે 6 ચોગ્ગા ફટકાર્યા છે. તે જ સમયે રાહુલના બેટમાંથી પાંચ ચોગ્ગા આવ્યા હતા.

ભારતનો સ્કૉર 250ને પાર

37 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 257 રન છે. શ્રેયસ અય્યર હવે ડર્યા વગર બેટિંગ કરી રહ્યો છે. તે સાત ચોગ્ગાની મદદથી 62 રન પર છે. તેની સાથે કેએલ રાહુલ ત્રણ ચોગ્ગા સાથે 22 રને રમતમાં છે.

શ્રેયસ અય્યરની ફિફ્ટી

શુભમન ગીલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ શ્રેયસ અય્યરે પણ અડધી સદી ફટકારી છે. અય્યર 6 ચોગ્ગાની મદદથી 56 રને રમી રહ્યો છે. તેની સાથે કેએલ રાહુલ 16 બોલમાં 16 રન બનાવીને રમતમાં છે. 35 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 244 રન છે.

ભારતનો સ્કૉર 224/3

33 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર 3 વિકેટે 233 રન છે. શ્રેયસ અય્યર 44 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 44 અને કેએલ રાહુલ 12 બોલમાં એક ચોગ્ગાની મદદથી 9 રન બનાવીને રમતમાં છે.

શ્રેયસ અય્યરની તાબડતોડ બેટિંગ 

31 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 217 રન છે. શ્રેયસ અય્યર 38 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 40 રન પર રમી રહ્યો છે. તેની સાથે કેએલ રાહુલ એક ફોર સાથે 06 રન પર છે

ફિફ્ટી બાદ વિરાટ કોહલી આઉટ 

29મી ઓવરના ચોથા બોલ પર રોલોફ વાન ડેર મર્વે વિરાટ કોહલીને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કોહલી 56 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રન બનાવીને આઉટ થયો હતો. હવે કેએલ ક્રિઝ પર આવી ગયો છે.

વિરાટ કોહલીની ફિફ્ટી 

વિરાટ કોહલીએ 53 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. ભારતીય ટીમે 28 ઓવરમાં 2 વિકેટે 198 રનનો સ્કોર પાર કરી લીધો છે. આ દરમિયાન શ્રેયસ અય્યર 30 રન પર રમી રહ્યો છે.

ભારતનો સ્કૉર 173/2

24 ઓવર પૂર્ણ થયા બાદ ભારતીય ટીમે 2 વિકેટે 173 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી પોતાની અડધી સદીની નજીક 44 સુધી પહોંચી ગયો છે. જ્યારે શ્રેયસ અય્યર 11 રન બનાવીને રમી રહ્યો છે.

ભારતનો સ્કૉર 158/2

22 ઓવરના અંતે ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 158 રન બનાવી લીધા હતા. ક્રીઝ પર વિરાટ કોહલી 31 રન અને શ્રેયસ અય્યર 09 રન સાથે રમી રહ્યા છે.

ભારતનો સ્કૉર 140/2

20 ઓવરના અંતે ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 140 રન બનાવી લીધા છે. આ દરમિયાન વિરાટ કોહલી 14 રન બનાવીને ક્રિઝ પર છે અને શ્રેયસ અય્યર 8 રન પર છે.

ભારતને મોટો ઝટકો, રોહિત શર્મા આઉટ

ટીમ ઈન્ડિયાએ 129ના કુલ સ્કૉર પર 18મી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. રોહિત શર્મા 54 બોલમાં 61 રન બનાવીને આઉટ થયો હતો. બાસ ડી લીડેના બોલ પર સિક્સર મારવાના પ્રયાસમાં તે કેચ આઉટ થયો હતો. હવે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે.

ભારતનો સ્કૉર 122/1

16 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 122 રન છે. રોહિત શર્મા 51 બોલમાં 61 અને વિરાટ કોહલી 12 બોલમાં 06 રને રમી રહ્યો છે. ભારતના રનની ગતિ થોડી ધીમી પડી છે.

રોહિત શર્માની તાબડતોડ ફિફ્ટી 

રોહિત શર્માએ ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 44 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો છે. તેના બેટમાંથી અત્યાર સુધીમાં 8 ચોગ્ગા અને એક છગ્ગા આવી ચૂક્યા છે. 14 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 109 રન છે.

રનોની ગતિ ધીમી પડી

શુભમન ગીલના આઉટ થવાને કારણે ભારતના રનની ગતિ ધીમી પડી ગઈ છે. 13 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર એક વિકેટે 104 રન છે. રોહિત શર્મા 48 અને વિરાટ કોહલી 02 રને રમતમાં છે.

ભારતને પ્રથમ ઝટકો, ગીલ આઉટ

ટીમ ઈન્ડિયાએ 12મી ઓવરમાં 100ના સ્કૉર પર પહેલી વિકેટ ગુમાવી દીધી છે. શુભમન ગીલ 32 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. તે સિક્સર મારવાના પ્રયાસમાં પૉલ વાન મીકેરેનના બોલ પર કેચ આઉટ થયો હતો. હવે બેંગલુરુનો પ્રિય વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો છે.

આજે અમારે અમારું સર્વશ્રેષ્ઠ આપવાનું છે- ડચ કેપ્ટન 

નેધરલેન્ડના કેપ્ટન સ્કૉટ એડવર્ડ્સે કહ્યું, 'અમે પણ અહીં પહેલા બેટિંગ કરી હોત. આ એક સારી પીચ લાગે છે. લક્ષ્યનો પીછો કરવા માટે પણ આ એક સારું મેદાન છે. આજે આપણે સમગ્ર વિશ્વ કપમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકોની સામે રમીશું. ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે. આજે અમારે અમારું સર્વશ્રેષ્ઠ આપવાનું છે.

ટૉસ સમયે શું બોલ્યો ભારતીય કેપ્ટને રોહિત શર્મા ?

ટૉસ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું, 'અમે પહેલા બેટિંગ કરીશું. આની પાછળ કોઈ કારણ નથી. અમે પહેલા બેટિંગ કરીએ કે બોલિંગ કરીએ, અમે ખૂબ સારું રમી રહ્યા છીએ. આજે અમારી પાસે ફરી એકવાર સારી રમત બતાવવાની તક છે. અમારી ટીમમાં કોઈ ફેરફાર નથી.

ભારતની પ્લેઇંગ ઇલેવન 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.

નેધરલેન્ડની પ્લેઇંગ ઇલેવન

વેસ્લી બારેસી, મેક્સ ઓ'ડાઉડ, કૉલિન એકરમેન, સિબ્રાન્ડ એન્ગલબ્રેખ્ટ, સ્કૉટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, લૉગાન વાન બીક, રૉઈલોફ વાન ડેર મર્વે, આર્યન દત્ત અને મેવાન પોલ.

ભારતે ટોસ જીત્યો

વર્લ્ડકપ 2023ની અંતિમ લીગ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ નેધરલેન્ડ્સ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.





નેધરલેન્ડ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

મેક્સ ઓ'ડાઉડ, વેસ્લી બેરેસી, કૉલિન એકરમેન, તેજા નિદામાનુરુ, સાયબ્રાન્ડ એન્જલબ્રેક્ટ, સ્કૉટ એડવર્ડ્સ (C/WK), સાકિબ ઝુલ્ફીકાર, બાસ ડી લીડે, લોગાન વેન બીક, આર્યન દત્ત, પૉલ વાન મીકરેન.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી

16 થી 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે તાપમાન 

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મેચ દરમિયાન બેંગલુરુમાં આંશિક સૂર્યપ્રકાશ જોવા મળશે. વરસાદની સંભાવના માત્ર ત્રણ ટકા છે. આવી સ્થિતિમાં ભારત-નેધરલેન્ડ મેચને વરસાદની અસર થવાની નથી. આકાશ વાદળછાયું રહેવાની સંભાવના 18 ટકા છે. આ ઉપરાંત બેંગલુરુનું તાપમાન 16 થી 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.

બેંગ્લુરુમાં વરસાદનો ખતરો ?

દરમિયાન, ચાહકો બેંગલુરુના હવામાનને લઈને ચિંતા કરવા લાગ્યા છે. કારણ કે બેંગલુરુના આ જ મેદાન પર ટૂર્નામેન્ટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ચાહકોને ચિંતા છે કે શું ભારત-નેધરલેન્ડ મેચમાં પણ વરસાદ વિલન બનશે. 

નેધરલેન્ડ્સે 6 મેચોમાં હારનો કર્યો છે સામનો 

નેધરલેન્ડે ટૂર્નામેન્ટમાં 8 મેચ રમી છે. જેમાંથી તેણે માત્ર 2 મેચ જીતી છે અને 6 મેચ હારી છે. આ નિરાશાજનક પ્રદર્શનને કારણે નેધરલેન્ડ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આવી સ્થિતિમાં નેધરલેન્ડ પણ આ મેચ જીતીને પોતાની સ્થિતિ સુધારવા માંગશે. તેથી, ભારત-નેધરલેન્ડ મેચ રોમાંચક બની રહી છે.

ટૂર્નામેન્ટમાં ભારતનો છેલ્લો મુકાબલો

ભારતીય ટીમે વર્લ્ડકપમાં અત્યાર સુધી 8 મેચ રમી છે અને આ તમામ મેચમાં ભારતનો વિજય થયો છે. આ શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયા પૉઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. આ ઉપરાંત આજે દેશમાં દિવાળીનો તહેવાર છે. આવી સ્થિતિમાં ભારત આ મેચમાં એકતરફી જીત હાંસલ કરવા ઈચ્છશે.

આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર

આજે એટલે કે 12મી નવેમ્બરે, ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડકપ 2023માં તેની છેલ્લી લીગ મેચ રમશે. આ દરમિયાન બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતનો સામનો નેધરલેન્ડ સામે થશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. વળી, ટૉસ મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 1:30 વાગ્યે કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

India vs Netherlands LIVE Score: વર્લ્ડકપમાં લીગ સ્ટેજની 45મી અને છેલ્લી મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અજેય છે. તેણે તેની તમામ આઠ મેચ જીતી છે. બીજી તરફ નેધરલેન્ડની ટીમે આઠમાંથી બે મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા પૉઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને નેધરલેન્ડ 10માં સ્થાન પર છે. રોહિત શર્માની ટીમની નજર સેમિફાઇનલ પહેલા છેલ્લી લીગ મેચ જીતવા પર રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.