Harshit Rana Ind vs Nz 3rd Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 1,નવેમ્બરથી રમાશે. ઝડપી બોલર હર્ષિત રાણાને ન્યૂઝીલેન્ડ સામે મુંબઈ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.
જો કે ભારતીય ટીમ આ શ્રેણી પહેલા જ હારી ચૂકી છે. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બે મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. 12 વર્ષમાં આ પ્રથમ વખત હતું જ્યારે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હારી છે.
હર્ષિત રાણા ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે
વાસ્તવમાં હર્ષિત રાણાને મુંબઈમાં રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે અગાઉ પણ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો હતો પરંતુ બાદમાં તેને રણજી ટ્રોફી માટે રીલિઝ કરાયો હતો. જો કે હવે તે ફરીથી ટીમ સાથે જોડાયો છે.
આવી સ્થિતિમાં હર્ષિત રાણાને વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાથી જ 2-0થી અજેય લીડ ધરાવે છે. હવે ભારત પાસે પોતાનું સન્માન બચાવવાની એક છેલ્લી તક છે.
બુમરાહને ત્રીજી ટેસ્ટ માટે આરામ મળી શકે છે, કારણ કે તે સતત ચાર ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને આવનારા સમયમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમવાનો છે. આવી સ્થિતિમાં વર્કલોડને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ હર્ષિત રાણાને તેના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે.
IPL 2024માં હર્ષિત રાણાનું શાનદાર પ્રદર્શન
હર્ષિત રાણાએ IPL 2024માં KKR માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે KKR માટે 13 મેચ રમીને કુલ 19 વિકેટ લીધી હતી. આ સિવાય તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ સારું રમ્યો છે. તેણે તાજેતરમાં રણજી મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. હવે તેને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો