નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે ટી20 સીરીઝની શરૂઆત 24 જાન્યુઆરીથી થઇ રહી છે. બન્ને ટીમો વચ્ચે 5 મેચોની ટી20 સીરીઝ રમાશે, ભારતે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડમાં એકપણ ટી20 સીરીઝ નથી જીતી, આ કારણે ભારત માટે સીરીઝ જીતવી મહત્વની છે. ખાસ વાત એ છે કે હાર-જીત ભારતના રેન્કિંગ પર મોટી અસર કરશે.

ભારત સીરીઝ જીતશે તો?
ભારત ટી20 રેન્કિંગમાં 260 પૉઇન્ટની સાથે 5માં સ્થાને છે. ન્યૂઝીલેન્ડના 252 પૉઇન્ટ છે, અને તે છઠ્ઠા નંબર પર છે. ભારત જો સીરીઝ 5-0થી જીતી લે છે તો તેમને 4 પૉઇન્ટનો ફાયદો થશે, આ સાથે ભારત પૉઇન્ટ ટેબલ પર 264 પૉઇન્ટ મેળવીને નંબર 4 પર પહોંચી જશે. આમ ભારતને મોટો ફાયદો થશે.

જો ભારતીય ટીમ 4-1થી સીરીઝ જીતે છે તો માત્ર 2 પૉઇન્ટ જ મળશે. જો ભારત 3-2થી સીરીઝ જીતશે તો રેન્કિંગમાં કોઇ ફાયદો નહીં થાય.



ભારત સીરીઝ હારશે તો?
ન્યૂઝીલેન્ડ આ સીરીઝને 5-0 થી પોતાના નામે કરે છે તો ભારતીય ટીમને રેન્કિંગમાં મોટુ નુકશાન થશે. ભારતને 6 પૉઇન્ટનુ નુકશાન થશે, અને ટીમ 264 પૉઇન્ટ સાથે 6ઠ્ઠા નંબર પર પહોંચી જશે. જ્યારે ન્યૂઝીલેન્ડને 8 પૉઇન્ટનો ફાયદો થશે અને તે 5માં નંબરે પહોંચી જશે.

ભારત 4-1થી સીરીઝ હારે છે તો ટીમને 256 પૉઇન્ટ અને ન્યૂઝીલેન્ડને 259 પૉઇન્ટ થઇ જશે. કિવી ટીમ સીરીઝને 3-2થી પોતાના નામે કરે છે તો રેન્કિંગ ટેબલમાં કોઇ ફરક નહીં પડે. ભારતને 258 પૉઇન્ટ થશે પણ તે 5માં નંબરે જ રહેશે.



ભારત અને ઓસ્ટ્રેલિયા ટી20 સીરીઝ
પ્રથમ ટી20, 24 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે
બીજી ટી20, 26 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે
ત્રીજી ટી20, 29 જાન્યુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, બપોરે 12.30 કલાકે
ચોથી ટી20, 31 જાન્યુઆરી, વેસ્ટ પેક સ્ટેડિયમ-વેલિંગ્ટન, બપોરે 12.30 કલાકે
પાંચમી ટી20, 02 ફેબ્રુઆરી, બે ઓવલ-માઉન્ટ માઉન્ગનઇ, બપોરે 12.30 કલાકે



ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ.....
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વૉશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર.