india vs new zealand odi squad 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આગામી વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે. 11 જાન્યુઆરીથી શરૂ થતા આ જંગમાં યુવા સ્ટાર શુભમન ગિલ કેપ્ટન તરીકે પરત ફર્યો છે, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ પણ એક્શનમાં જોવા મળશે. જોકે, શ્રેયસ અય્યરનો સમાવેશ શરતી ધોરણે કરવામાં આવ્યો છે.

Continues below advertisement

શુભમન ગિલ ફિટ, ફરી સંભાળશે કમાન

ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વન-ડે સીરીઝ (ODI Series) માટે પસંદગીકારોએ ટીમની જાહેરાત કરી દીધી છે. સૌથી મહત્વના સમાચાર એ છે કે નિયમિત કેપ્ટન શુભમન ગિલ હવે સંપૂર્ણપણે ફિટ છે અને ટીમમાં પરત ફર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી ગુમાવી ચૂક્યો હતો, જે દરમિયાન કેએલ રાહુલે કેપ્ટનશીપ સંભાળી હતી. હવે ગિલ 11 જાન્યુઆરીથી શરૂ થનારી સીરીઝમાં ટીમ ઈન્ડિયા (Team India) નું નેતૃત્વ કરશે.

Continues below advertisement

શ્રેયસ અય્યરની પસંદગી પર સસ્પેન્સ

ટીમમાં રિષભ પંત અને શ્રેયસ અય્યર જેવા સ્ટાર ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ, મિડલ ઓર્ડરના બેટ્સમેન શ્રેયસ અય્યરનું રમવું તેની ફિટનેસ (Fitness) પર નિર્ભર રહેશે. તેને હજુ સુધી BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (NCA) તરફથી ગ્રીન સિગ્નલ એટલે કે ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું નથી. જોકે, મેનેજમેન્ટને આશા છે કે સીરીઝ શરૂ થાય તે પહેલા તે મેચ ફિટ થઈ જશે.

રોહિત-કોહલીના ફોર્મ પર સૌની નજર

દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર સિનિયર જોડી રોહિત શર્મા અને વિરાટ કોહલીનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં છે, તેણે ગત સીરીઝમાં સતત બે સદી સાથે કુલ 302 રન ફટકાર્યા હતા અને પ્લેયર ઓફ ધ સીરીઝ (Player of the Series) બન્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ પણ બે અડધી સદી ફટકારી હતી. આ બંને દિગ્ગજો પાસેથી ન્યૂઝીલેન્ડ સામે પણ મોટા સ્કોરની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન - ફિટનેસને આધીન), રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી અને યશસ્વી જયસ્વાલ.