India vs New Zealand T20 Match: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચમાં ફરી એકવાર રોમાંચક મેચ જોવા મળી શકે છે. આજની મેચ મેક્લિન પાર્કના નેપિયર ગ્રાઉન્ડમાં રમાવવાની છે, જ્યાં ભારતીય ટીમ પહેલાથી એક મેચ જીતીને ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે, જ્યારે ઘરઆંગણે કીવી ટીમ પર ફરી એકવાર સીરીઝ બરાબરી કરવા આજની મેચ જીતવાનુ દબાણ રહેશે. જાણો આજની મેચમાં શું કહે છે હેડ ટૂ હેડ રેકોર્ડ, અત્યાર સુધી કોણુ પલડુ રહ્યં છે ભારે.


આ સીરીઝમં પહેલી વેંલિગટન ટી20 મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી બે ઓવલ ટી20 મેચમાં ભારતે યજમાન ન્યુઝીલેન્ડને 65 રનથી કારમો પરાજય આપ્યો હતો. 


કોણુ પલડુ છે ટી20માં ભારે, જાણો હેડ ટૂ હેડ આંકડા - 


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 21 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 12 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 7 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે. 






હાર્દિક પંડ્યાનીઆગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.  સુર્યકુમાર યાદવે તો મેદાનમાં રીતસરનું વાવાઝોડું લાવી દીધું હતું તો બોલિંગમાં તમામ બોલર્સે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. આજે નેપિયર ખાતે ફાઈનલ મુકાબલો રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે જણાઈ રહ્યું છે.