India vs Pakistan Asia Cup 2023 Match Funny Memes: એશિયા કપમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાની બોલરોએ નવા બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચાર વર્ષના લાંબા અંતર બાદ ભારત-પાકિસ્તાન પહેલીવાર ODI ફોર્મેટમાં રમવા આવ્યા છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં કોઈ વિલંબ કર્યો ન હતો. આ પછી પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક પછી એક પેવેલિયન મોકલીને 2 મોટા ઝટકા આપ્યા હતા.


જ્યારે ભારતીય ટીમે રોહિત અને વિરાટની વિકેટ ગુમાવી હતી તે સમયે સ્કોર માત્ર 27 રન હતો. અહીંથી બધાને આશા હતી કે ગિલ અને શ્રેયસ અય્યર લાંબા સમય પછી પરત ફર્યા છે, તેઓ ઇનિંગ્સને સંભાળશે.  પરંતુ અય્યરે પણ 9 બોલમાં માત્ર 14 રન બનાવીને પોતાની વિકેટ હરિસ રઉફને આપી દીધી. આ પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 66 રન પર પહોંચ્યો ત્યારે શુભમન ગિલ પણ 32 બોલમાં 10 રનની ઈનિંગ રમીને હરિસ રઉફના હાથે બોલ્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.


ટીમ ઈન્ડિયાના ટોપ 4 બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકોનો ગુસ્સો પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન કેટલાક ચાહકોએ મીમ્સ દ્વારા તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જે ખૂબ જ ઝડપથી વાયરલ પણ થઈ રહી છે.














































ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ ઈનિંગ  સંભાળી


ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામેની મેચમાં 66ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દેનારી ભારતીય ટીમની ઇનિંગ્સને સંભાળી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 141 બોલમાં 138 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. પોતાની ODI કરિયરમાં પહેલીવાર પાકિસ્તાન સામે રમી રહેલા ઈશાને પોતાના બેટથી 82 રનની ઈનિંગ રમી હતી.


ટીમ ઈન્ડિયા 266 રનમાં ઓલ આઉટ



ટીમ ઈન્ડિયાની ઈનિંગ 266 રનમાં સમેટાઈ ગઈ છે. 48.5 ઓવરમાં ભારતની ટીમ ઓલ આઉટ થઈ ગઈ છે. ભારત તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડ્યાએ 87 અને ઈશાન કિશને 82 રન કર્યા હતા. પાકિસ્તાન તરપથી શાહિન આફ્રીદીએ 4 અને રઉફ અને નસીમ શાહે 3-3 વિકેટ લીધી હતી.