India vs Pakistan Weather Update: એશિયા કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવામાનની અપડેટ સતત ચાહકોની ચિંતા વધારી રહી છે. ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદને કારણે વિક્ષેપ પડવાની સંભાવના છે. ભારત અને પાકિસ્તાનની ટીમો કેન્ડીના પલ્લેકલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને થશે.


મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન મેચના દિવસે કેન્ડીમાં વરસાદની સાથે વીજળી પડવાની સંભાવના છે. Weather.com ના અહેવાલ મુજબ, બપોરે 2.30 વાગ્યે લગભગ 55 ટકા વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 27ની આસપાસ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડાની પણ શક્યતા છે.


આના લગભગ એક કલાક પછી, વરસાદની સંભાવના થોડી ઓછી થઈ શકે છે અને 50 ટકાની નજીક પહોંચી શકે છે. જો કે, ભવિષ્યમાં વરસાદની શક્યતાઓ ઘટી રહી છે. આ દરમિયાન 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભેજ લગભગ 85 ટકા હોઈ શકે છે.


વન ડે ફોર્મેટમાં રમાઈ રહ્યો છે એશિયા કપ


એશિયા કપ 2023 ODI ફોર્મેટમાં રમાઈ રહ્યો છે અને આ ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ ચાર વર્ષ બાદ મેચો રમાશે. અગાઉ વનડેમાં, વર્લ્ડ કપ 2019માં બંને ટીમો સામસામે આવી હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. તે મેચમાં રોહિત શર્માએ 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આજે રમાનારી મેચનું પરિણામ જોવાનું રસપ્રદ રહેશે.


કેવો છે બંને દેશોનો રેકોર્ડ  


 ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 132 વનડે રમાઈ છે, જેમાં પાકિસ્તાને 73 અને ભારતે 55માં જીત મેળવી છે. આ સાથે જ બંને વચ્ચે કુલ 4 વનડે મેચ અનિર્ણિત રહી છે.


ભારત-પાક મેચ કેટલા વાગ્યે શરૂ થશે?


ભારત અને પાકિસ્તાનની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટોસ બપોરે 2.30 કલાકે થશે.


મેચનું લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ફ્રીમાં ક્યાં જોઈ શકો છો ?


ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ફ્રી-ડીશ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.  આ મેચની ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે.  જેને  યૂઝર્સ મોબાઇલ પર મફતમાં જોઈ શકશે.