India vs Pakistan probable XI: એશિયા કપ 2025 ની સૌથી મોટી અને રોમાંચક મેચ માટે હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ પ્રથમવાર આ બંને ટીમો સામ-સામે ટકરાશે, જેના કારણે ચાહકોમાં ઉત્સાહ અને વિરોધ બંનેનો માહોલ છે. આ લેખમાં, અમે આ મહામુકાબલા માટે ભારત અને પાકિસ્તાન ની સંભવિત પ્લેઇંગ ઇલેવન, દુબઈ ની પિચનો અહેવાલ અને મેચની આગાહી વિશે વિગતવાર માહિતી આપીશું.
સંભવિત પ્લેઇંગ ઇલેવન: કોઈ ફેરફાર નહીં?
એશિયા કપ માં ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ પોતાની પહેલી મેચ જીતીને મજબૂત શરૂઆત કરી છે. પાકિસ્તાને ઓમાનને હરાવ્યું હતું, જ્યારે ભારતે યુએઈને માત આપી હતી. આ બંને ટીમો વિજયી ફોર્મમાં હોવાથી, એવી અપેક્ષા છે કે તેઓ આવતીકાલે દુબઈના મેદાન પર કોઈપણ ફેરફાર વિના મેદાનમાં ઉતરી શકે છે. બંને ટીમો પાસે 3-3 મુખ્ય સ્પિનર હોઈ શકે છે, જોકે પાકિસ્તાન પાસે પાંચ સ્પિન વિકલ્પો ઉપલબ્ધ છે, જે તેમને વધુ લચકતા આપે છે.
દુબઈ નો પિચ રિપોર્ટ
દુબઈ માં અત્યાર સુધી રમાયેલી એશિયા કપ ની મેચો પર નજર કરીએ તો, પિચ સ્પિનરો માટે વધુ અનુકૂળ જણાઈ રહી છે. અહીં 180 થી વધુ રનનો સ્કોર પણ સરળતાથી બકાવી શકાય છે, કારણ કે બોલ જૂનો થયા બાદ બેટિંગ કરવી પડકારરૂપ બની જાય છે. મેચ દરમિયાન ઝાકળની અસર ઓછી હોવાથી, જે ટીમ ટોસ જીતશે તે પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે. આ રણનીતિ તેમને બાદમાં બોલિંગ કરતી વખતે સ્પિનરોનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરશે.
મેચનું વિશ્લેષણ અને આગાહી
ક્રિકેટ નિષ્ણાતોની આગાહી મુજબ, આ મેચમાં ભારતનો હાથ ઉપર રહેશે. જોકે, બંને ટીમો વચ્ચે નજીકનો મુકાબલો થવાની પણ શક્યતા છે. ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરે કે પછી, તેની જીતવાની શક્યતાઓ વધુ છે. બંને ટીમો યુવા ખેલાડીઓથી ભરેલી હોવાથી, ચાહકોને એક રોમાંચક મેચ જોવા મળશે તેવી અપેક્ષા રાખી શકાય છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઇલેવન
- ભારતની સંભવિત પ્લેઈંગ ઇલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ.
- પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઇલેવન: સેમ અયુબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન અલી આગા, હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, સુફિયાન મુકીમ, અબરાર અહેમદ અને શાહીન શાહ આફ્રિદી.