Shoaib Akhtar on IND vs PAK: એશિયા કપ 2025 માં 14 સપ્ટેમ્બરે રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પહેલા, પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બોલર શોએબ અખ્તરે (Shoaib Akhtar) એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભારતીય ટીમ (Indian Cricket Ream) પાકિસ્તાનને સરળતાથી હરાવી શકે છે. અખ્તર એ એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન સ્વીકાર્યું હતું કે યુદ્ધ પછીની આ પહેલી મેચ હોવાથી બંને દેશોમાં લાગણીઓ ચરમસીમા પર છે અને પાકિસ્તાન માટે ભારત સામે જીત મેળવવી અત્યંત મુશ્કેલ કાર્ય હશે.

મેચ પહેલા જ શોએબ અખ્તર શા માટે ચિંતિત?

રમતગમતની દુનિયાની સૌથી મોટી મેચ ગણાતી ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચેની મેચ, તાજેતરના સમયમાં એકતરફી સાબિત થઈ રહી છે. શોએબ અખ્તર એ એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ PTV Sports સાથેની વાતચીતમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે "આ યુદ્ધ (ઓપરેશન સિંદૂર) પછીની ભારત-પાકિસ્તાન વચ્ચેની પહેલી ક્રિકેટ મેચ છે, તેથી ભાવનાઓ ખૂબ જ તીવ્ર છે."

જ્યારે તેમને કોઈએ કહ્યું કે મેચની બધી ટિકિટો વેચાઈ નથી, ત્યારે અખ્તર ને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે "આવી મોટી મેચની બધી ટિકિટો વેચાઈ ન હોય તેવું બની શકે નહીં, આ માત્ર બહારની અફવાઓ છે." આ ઉપરાંત, રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા શોએબ અખ્તરે એ પણ સ્વીકાર્યું કે પાકિસ્તાની ટીમ માટે ભારત ને હરાવવું ખૂબ મુશ્કેલ હશે. તેમણે કહ્યું કે ભારતીય ટીમ દરેક ક્ષણે પાકિસ્તાન પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે.

શોએબ અખ્તરની રણનીતિ

આ પડકારજનક મેચ માટે અખ્તરે પાકિસ્તાની ટીમને કેટલીક સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે જો તે ટીમમાં હોત, તો તે નવો બોલ હસન અલીને આપતા, જેને ઓમાન સામેની પ્લેઈંગ 11 માં પણ સ્થાન મળ્યું ન હતું. અખ્તરે કહ્યું કે હસન અલી આવી પરિસ્થિતિઓમાં બોલિંગ કરવાનો અનુભવ ધરાવે છે. તેમના મતે, પાકિસ્તાને પ્રથમ 4 ઓવરમાં ભારતીય ટીમ પર દબાણ લાવવાનો પ્રયાસ કરવો પડશે. તેમણે શરૂઆતમાં હસન અલી અને શાહીન આફ્રિદીને આક્રમક રીતે રમતા જોવા પણ ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે હરિસ રૌફને મધ્ય ઓવરોની જવાબદારી સોંપવી જોઈએ, તેમ પણ તેમણે સૂચવ્યું.