India vs Pakistan, Weather Report: T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની એક લાખ ટિકિટ વેચાઈ છે. ક્રિકેટના ચાહકો હંમેશા ભારત-પાકિસ્તાન મેચની રાહ જોતા હોય છે. જો કે, મેલબોર્નમાં યોજાનારી આ મેચમાં ચાહકોને નિરાશા પણ મળી શકે છે.


ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહેલા ક્રિકેટ ફેન્સ નિરાશ પણ થઈ શકે છે. કારણ કે, 23 ઓક્ટોબરે મેલબોર્નમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 70 ટકા વરસાદની આશંકા છે, જેના કારણે મેચમાં અડચણ આવવાની સંભાવના છે.


વરસાદ ભારત-પાકની રમત બગાડી શકે...


ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની મજા વરસાદ બગાડી શકે છે. મેલબોર્નમાં રવિવાર 23 ઓક્ટોબરે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસે મેલબોર્નમાં વરસાદની 70 ટકા સંભાવના છે. આ સ્થિતિમાં બંને દેશોના ચાહકો નિરાશ થઈ શકે છે. જો કે, મેલબોર્નમાં વરસાદનો સામનો કરવા માટે ડ્રેનેજ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી વરસાદનો સામનો કરી શકાય. જો તે દિવસે હળવો વરસાદ પડશે તો આ મેચ રમાઈ શકે છે.


જો મેચ વરસાદમાં ધોવાઇ જાય તો?


વિશ્વ કપના લીગ તબક્કાની મેચો માટે કોઈ અનામત દિવસ (Reserves day) નથી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ જાય તો બંને ટીમો પોતપોતાની વચ્ચે પોઈન્ટ શેર કરશે. એટલે કે આ મેચને રિ-શેડ્યુલ નહી કરી શકાય. તેથી ભારત અને પાકિસ્તાનને 1-1 મેચ પોઈન્ટ આપવામાં આવશે.


બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે?


ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.


પાકિસ્તાનઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી.


આ પણ વાંચો.....


T20 World Cup 2022: નેધરલેન્ડે રચ્યો ઈતિહાસ, નામીબિયા પર UAEએ જીત મેળવતાં સુપર-12માં પહોંચી ડચ ટીમ