Ind vs SA 1st ODI: પ્રથમ વન ડેમાં દ. આફ્રિકાએ ભારતને 9 રનથી હરાવ્યું, સંજુ સેમસનની શાનદાર બેટિંગ
ભારતીય ટીમે ઘરઆંગણે T20 શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યું હતું.
250 રનનો ટાર્ગેટ મેળવવા માટે રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત ખરાબ રહી હતી. પરંતુ મેચ તેના અંત સમયમાં અત્યંત રોમાંચક બની હતી જો કે, મેચમાં ભારતને 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે ભારત મેચમાંથી બહાર જણાતું હતું. પરંતુ પહેલા શ્રેયસ અય્યરની અડધી સદી અને પછી સંજુ સેમસનના અણનમ 86 રન ભારતને મેચમાં કમબેક કરાવ્યું હતું. સંજુ સેમસને ભારતને અસંભવ જીતની ખૂબ નજીક પહોંચાડ્યું હતું. જો કે સંજુ ભારતને જીત અપાવી શક્યો ન હતો. દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
250 રનના ટાર્ગેટ સામે રમવા ઉતરેલી ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી છે. ભારતે 6ઠ્ઠી ઓવર સુધીમાં જ 2 વિકેટ ગુમાવી દીધી છે. હાલ ઈશાન કિશન 10 અને ઋતુરાજ ગાયકવાડ 6 રન સાથે રમતમાં છે. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 24 રન પર 2 વિકેટ છે.
નિર્ધારીત 40 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા છે. કાલસેન અને ડેવિડ મિલરની જોડીએ ધમાકેદાર બેટિંગ કરતાં આ સ્કોર બન્યો છે. કાલસેને 65 બોલમાં 74 રન અને મિલરે 63 બોલમાં 75 રનની અણનમ ઈનિંગ રમી છે. આ પહેલાં મલાન 22 રન, ડિ કોક 48 રન, કેપ્ટન બાવુમા 8 રન, માર્કરમ 0 રન બનાવીને આઉટ થયા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 2 વિકેટ અને રવિ બિશ્નોઈ - કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.
21.3 ઓવરના અંતે દ. આફ્રિકાનો સ્કોર 107 રન પર 3 વિકેટ છે. હાલ ડિ કોક 47 રન અને કાલસેન 19 રન સાથે રમતમાં છે.
10 ઓવરના અંતે દ.આફ્રિકાનો સ્કોર 41 રન પર પહોંચ્યો છે. હાલ ડી કોક 21 રન સાથે અને મલાન 19 રન સાથે રમતમાં છે.
જાનેમન મલાન, ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકિપર), શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન.
ઋતુરાજ ગાયકવાડને ડેબ્યૂ કરવાની તક મળી છે. જોકે ઋતુરાજને ઓપનિંગ કરવાની તક નહીં મળે. શિખર ધવન અને શુભમન ગિલની જોડી ઓપનિંગની જવાબદારી સંભાળશે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે. વરસાદ પડ્યા બાદ હવે મેચ 40-40 ઓવરની રમાશે.
બ્રેકગ્રાઉન્ડ
India vs South Africa 1st ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI શ્રેણીની પ્રથમ મેચ લખનઉમાં રમાશે. મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ વરસાદના કારણે અડધો કલાક મોડું થશે. બીસીસીઆઈએ આ અંગે અપડેટ આપ્યું છે. બોર્ડે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે વરસાદના કારણે ટોસમાં વિલંબ થશે. જેથી મેચ પણ અડધો કલાક મોડી શરૂ થશે. ભારતીય ટીમ આ સિરીઝ શિખર ધવનની કેપ્ટન્સીમાં રમશે.
બીસીસીઆઈએ ટ્વિટર દ્વારા જણાવ્યું કે આ મેચ માટે ટોસ બપોરે 1.30 વાગ્યે થશે અને મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. જો વરસાદ ચાલુ રહેશે તો તેમાં વધુ વિલંબ થઈ શકે છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ લખનઉમાં રમાશે. આ પછી શ્રેણીની બીજી મેચ 9 ઓક્ટોબરે રાંચીમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ 11 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -