IND vs SA Score Live: પ્રથમ ટી-20માં ટીમ ઇન્ડિયાનો વિજય, સૂર્યકુમારની તોફાની બેટિંગ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 મેચોની સિરીઝ આજથી શરૂ થવા જઈ રહી છે
તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 106 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં આસાનીથી લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ભારતને જીતવા માટે 107 રન બનાવવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. મહારાજે 41 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલને બે અને દીપક ચહરને પણ બે વિકેટ મળી હતી.
દક્ષિણ આફ્રિકાએ ફક્ત નવ રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી છે. દીપક ચહરે તેની બીજી ઓવરમાં એક વિકેટ લીધી હતી. આફ્રિકાએ 9 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી છે. અર્શદીપે ત્રણ અને દીપક ચહરે બે વિકેટ લીધી હતી.
રોહિત શર્મા, કેએલ રાહુલ , વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, દીપક ચહર, હર્ષલ પટેલ, આર અશ્વિન, અર્શદીપ સિંહ
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20માં ચાર ફેરફાર કર્યા છે. અર્શદીપ સિંહ, દીપક ચહર, રિષભ પંત અને આર અશ્વિનને ટીમમાં સામેલ કરાયા છે.
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમમાં બે ફેરફાર થવાની સંભાવના છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ ઋષભ પંતને પ્લેઈંગ 11માં સ્થાન મળે તેવી સંભાવના છે. આ સિવાય ભુવનેશ્વર કુમારની જગ્યાએ અર્શદીપ સિંહને તક આપવામાં આવી શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs SA 1st T20 Live: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 મેચોની સિરીઝ આજથી શરૂ થવા જઈ રહી છે. આવતા મહિને ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટી20 શ્રેણી છે. વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં પોતાના દરેક શ્રેષ્ઠ કોમ્બિનેશનનો ઉપયોગ કરવા ઈચ્છશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -