IND vs SA 1st Test Score : દક્ષિણ આફ્રીકા પ્રથમ ઈનિંગમાં 197 રનમાં ઓલ આઉટ, શમીની 5 વિકેટ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ સેન્ચૂરિયન ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ પુરી થઇ ગઇ છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 105.3 ઓવર રમીને 327 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી.

gujarati.abplive.com Last Updated: 28 Dec 2021 09:14 PM
દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 197 રનમાં ઓલઆઉટ

દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 62.3 ઓવરમાં 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી ટેમ્બા બાવુમાએ અડધી સદી ફટકારી હતી. તેના સિવાય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યો નહોતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહ અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજને એક વિકેટ મળી હતી. ભારતને પ્રથમ દાવમાં 130 રનની મોટી લીડ મળી હતી.

શમીએ 4 વિકેટ ઝડપી

મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ ઝડપી છે. આફ્રીકાનો સ્કોર 56.5 ઓવરમાં 181 રન છે. આફ્રીકાએ 7 વિકેટ ગુમાવી છે. 

શમીનુ શાનદાર પ્રદર્શન

મોહમ્મદ શામીએ મૂલ્ડરની વિકેટ ઝડપતા જ ભારતને છઠ્ઠી સફળતા મળી હતી. શામીનો બોલ મૂલ્ડરના બેટને સ્પર્શીને સિધો જ વિકેટકીપર ઋષભ પંતના હાથમાં ગયો હતો. 

દક્ષિણ આફ્રિકાનો સ્કોર 26 ઓવરમાં 4 વિકેટે 71 રન

દક્ષિણ આફ્રિકાનો સ્કોર 26 ઓવરમાં 4 વિકેટે 71 રન છે. ક્વિન્ટન ડી કોક  17 રન અને તેમ્બા બવુમા 17 રન બનાવીને રમી રહ્યા છે.

સિરાજને સફળતા

શમી બાદ સિરાજે ભારતીય ટીમને ચોથી સફળતા અપાવી હતી, મોહમ્મદ સિરાજે મીડિલ ઓર્ડર બેટ્સમેન રુસી વાન ડેર ડુસેનને 3 રનના અંગત સ્કૉર પર રહાણેના હાથમાં ઝીલાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આના પહેલાના બૉલ પર સ્ટમ્પ પાછળ સ્લિપમાં ડુસેનનો કેચ કેપ્ટન કોહલીએ છોડી દીધો હતો. 16 ઓવરના અંતે આફ્રિકન ટીમ 4 વિકેટના નુકસાને 37 રન બનાવી શકી છે. તેમ્બા બવુમા 4 રન અને ક્વિન્ટૉન ડીકૉક શૂન્ય રને ક્રિઝ પર છે.

લુન્ગી એન્ગીડીનો તરખાટ

સાઉથ આફ્રિકન બૉલિંગની વાત કરીએ તો, આફ્રિકા તરફથી સૌથી વધુ ઘાતક લુન્ગી એન્ગીડી સાબિત થયો હતો, લુંગી એન્ગીડીએ 6 વિકેટ ઝડપીને ભારતી ટીમને મોટો સ્કૉર કરતા રોકી દીધી હતી. આ ઉપરાંત રબાડા 3 વિકેટ અને માર્કે જેનસેનને એક વિકેટ મળી હતી. જોકે બે બૉલર વિકેટ લેવામાં સફળ થયો ન હતો.  

રાહુલે સદી બાદ આઉટ

ભારત તરફથી સૌથી વધુ ઉપકેપ્ટન કેએલ રાહુલે બનાવ્યા, કેએલ રાહુલે 260 બૉલમાં 1 છગ્ગો અને 17 ચોગ્ગા સાથે 123 રન બનાવ્યા હતા. જોકે બીજા દિવસની રમતની શરૂઆતમાં જ કગિસો રબાડાના બૉલ પર આઉટ થતાં પેવેલિયન ભેગુ થવુ પડ્યુ હતુ. આ ઉપરાંત મયંક અગ્રવાલે 60 રન, અંજિક્યે રહાણેએ 48 રને કેપ્ટન કોહલીએ 35 રન બનાવ્યા હતા.

ભારત પ્રથમ ઈનિંગ 327 રને ઓલઆઉટ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ સેન્ચૂરિયન ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ પુરી થઇ ગઇ છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 105.3 ઓવર રમીને 327 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલે સદી ફટકારનીને મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. જ્યારે લુંગી એન્ગીડીએ ભારતના 6 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ સેન્ચૂરિયન ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ પુરી થઇ ગઇ છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 105.3 ઓવર રમીને 327 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલે સદી ફટકારનીને મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. જ્યારે લુંગી એન્ગીડીએ ભારતના 6 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા.

ભારત તરફથી સૌથી વધુ ઉપકેપ્ટન કેએલ રાહુલે બનાવ્યા, કેએલ રાહુલે 260 બૉલમાં 1 છગ્ગો અને 17 ચોગ્ગા સાથે 123 રન બનાવ્યા હતા. જોકે બીજા દિવસની રમતની શરૂઆતમાં જ કગિસો રબાડાના બૉલ પર આઉટ થતાં પેવેલિયન ભેગુ થવુ પડ્યુ હતુ. આ ઉપરાંત મયંક અગ્રવાલે 60 રન, અંજિક્યે રહાણેએ 48 રને કેપ્ટન કોહલીએ 35 રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકન બૉલિંગની વાત કરીએ તો, આફ્રિકા તરફથી સૌથી વધુ ઘાતક લુન્ગી એન્ગીડી સાબિત થયો હતો, લુંગી એન્ગીડીએ 6 વિકેટ ઝડપીને ભારતી ટીમને મોટો સ્કૉર કરતા રોકી દીધી હતી. આ ઉપરાંત રબાડા 3 વિકેટ અને માર્કે જેનસેનને એક વિકેટ મળી હતી. જોકે બે બૉલર વિકેટ લેવામાં સફળ થયો ન હતો.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.