IND-W vs SA-W Final: ભારતે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ હરાવી જીત્યો વિશ્વકપ

IND vs SA Womens World Cup Final Live: અહીં તમને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઇનલ મેચનો લાઇવ સ્કોર અને આ ટાઇટલ મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 03 Nov 2025 12:20 AM

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA Womens World Cup Final Live: આજે 2025 મહિલા ODI વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો છે. નવી મુંબઈમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટાઇટલ મેચ રમાશે. ભારત અને દક્ષિણ...More

INDW vs SAW Final Highlights: ભારતે તેનો પ્રથમ ODI વર્લ્ડ કપ જીત્યો

ટીમ ઇન્ડિયાએ 2025 મહિલા ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે ફાઇનલમાં 52 રનથી જીત મેળવી હતી. નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટાઇટલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 298 રન બનાવ્યા હતા. જવાબમાં, લૌરા 101 રન બનાવીને સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાની આશા જીવંત રાખી હતી. જોકે, શેફાલી વર્મા અને દીપ્તિ શર્માની ઘાતક બોલિંગે ભારતની પ્રથમ વર્લ્ડ કપ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે, શેફાલી વર્માએ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. તેણીએ પહેલા 87 રન બનાવ્યા અને પછી બે મહત્વપૂર્ણ વિકેટ લીધી.





© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.