IND vs SA 2nd Test Score : ભારતે બીજા દિવસે 58 રનની લીડ મેળવી, રહાણે-પુજારાના સહારે ટીમ ઈન્ડિયા
બીજી મેચમાં ભારતીય ટીમના સુકાની કેએલ રાહુલે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
બીજી ઈનિંગમાં ભારતનો સ્કોર 85/2 છે. અત્યારે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ક્રીઝ પર છે. જ્યારે કેપ્ટન કે.એલ.રાહુલ 8 રન અને મયંક અગ્રવાલ 23 રન કરી આઉટ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 58 રનની લીડ મળી છે.
ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો છે. મયંક અગ્રવાલ 23 રન બનાવી આઉટ થઈ ગયો છે. ચેતેશ્વર પૂજારા અને રહાણે હાલ રમતમાં છે.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ વિકેટ ગુમાવી કેએલ રાહુલ આઉટ થયો છે. ઝડપી શરૂઆત બાદ ભારતને જલ્દી જ પહેલો ઝટકો લાગ્યો હતો. પ્રથમ દાવની જેમ આ વખતે પણ માર્કો યાનસનને પ્રથમ સફળતા મળી હતી.
ભારતીય ટીમે પ્રથમ દાવમાં 202 રન બનાવ્યા હતા જ્યારે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 229 રન બનાવ્યા હતા. યજમાન ટીમે પ્રથમ દાવમાં 27 રનની લીડ મેળવી લીધી છે.
જસપ્રીત બુમરાહે દક્ષિણ આફ્રિકાને આઠમો ઝટકો આપ્યો હતો, પરંતુ તે પછી યજમાન ટીમના બેટ્સમેનોએ ઝડપી રન બનાવ્યા હતા. ફરી એકવાર શાર્દુલ ઠાકુર ટીમ ઈન્ડિયા માટે લકી બોલર સાબિત થયો અને ઠાકુરે બીજી વિકેટ લીધી. આ પછી શાર્દુલે સાતમી વિકેટ લઈને સાઉથ આફ્રિકાને 229 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું.
ભારતને સાતમી સફળતા મળી છે. દક્ષિણ આફ્રિકાનો સ્કોર – 179/7. કાગિસો રબાડા ખાતું ખોલાવ્યા વિના મોહમ્મદ શમીની બોલ પર મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ થયો હતો.
લંચ પહેલા સળંગ અનેક વિકેટો ગુમાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ઈનિંગ સ્થિર થઈ છે. ટેમ્બા બાવુમા અને કાયલ વેરિયન ક્રિઝ પર છે અને ઝડપથી રન બનાવી રહ્યા છે. ભારતીય બોલરો આ સમયે વિકેટની શોધમાં છે. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 51 ઓવર પછી 129/4
બપોરના ભોજન બાદ રમત શરૂ થઈ ગઈ છે. ભારતીય બોલરો શક્ય તેટલી વહેલી તકે વધુ વિકેટ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી કરીને યજમાન ટીમને 200 રન પહેલા જ આઉટ કરી શકાય. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 47 ઓવર પછી 107/4
શાર્દુલ ઠાકુરે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને 28 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન મોકલીને ભારતીય ટીમને રાહત આપી હતી. કીગન પીટરસન હજુ પણ ક્રિઝ પર છે અને તેણે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. સાઉથ આફ્રિકાનો સ્કોર 100ને પાર કરી ગયો છે અને ભારતીય ટીમને ટૂંક સમયમાં થોડી વધુ વિકેટો લેવી પડશે. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 40 ઓવર પછી 100/2
બ્રેકગ્રાઉન્ડ
IND vs SA: જોહાનિસબર્ગમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમના બેટ્સમેનો પ્રથમ દાવમાં સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા અને માત્ર 202 રન જ બનાવી શક્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધી એક વિકેટના નુકસાને 35 રન બનાવી લીધા હતા. મેચનો બીજો દિવસ ઘણો મહત્વનો રહેવાનો છે. આ સમયે સમગ્ર બોજ ટીમ ઈન્ડિયાના બોલરો પર છે. છેલ્લી મેચમાં ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાને બંને દાવમાં 200 રન પહેલા ઓલઆઉટ કરી દીધું હતું. જો ટીમે આ મેચમાં પુનરાગમન કરવું હોય તો બોલરોએ ફરી એકવાર આવું જ પ્રદર્શન કરવું પડશે.
આવી હતી ભારતની પ્રથમ ઇનિંગ
બીજી મેચમાં ભારતીય ટીમના સુકાની કેએલ રાહુલે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાહુલ અને મયંક અગ્રવાલે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ટીમની પહેલી વિકેટ 36ના સ્કોર પર પડી હતી. આ પછી વિકેટો પડવાની પ્રક્રિયા શરૂ થઈ અને ભારતીય બેટ્સમેનો એક પછી એક પેવેલિયન પરત ફર્યા. કેપ્ટન કેએલ રાહુલે 50 રન બનાવ્યા હતા જ્યારે રવિચંદ્રન અશ્વિને 46 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ટીમનો કોઈ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -