IND vs SA, 3rd Test Live: જસપ્રીત બુમરાહની બીજા દિવસે શાનદાર શરૂઆત, માર્કરામને પેવેલિયન મોકલ્યો

બેટ્સમેનોના ફ્લોપ બાદ હવે ટીમની આશા બોલરો પર ટકેલી છે.

gujarati.abplive.com Last Updated: 12 Jan 2022 02:17 PM
બુમરાહે બીજા દિવસે ભારતને સારી શરૂઆત અપાવી હતી

બીજા દિવસે, જસપ્રિત બુમરાહે પ્રથમ ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને 8 રનના અંગત સ્કોર પર એડન માર્કરામને પેવેલિયન મોકલી દીધો. આફ્રિકન ટીમની બીજી વિકેટ પડી છે અને હવે કીગન પીટરસન બેટિંગ કરવા આવ્યો છે. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 9 ઓવર પછી 19/2

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (NCG) ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ પ્રથમ દાવમાં માત્ર 223 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 79 રન અને ચેતેશ્વર પૂજારાએ 43 રન બનાવ્યા હતા. તેના સિવાય તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 1 વિકેટના નુકસાને 17 રન બનાવી લીધા છે.


બેટ્સમેનોના ફ્લોપ બાદ હવે ટીમની આશા બોલરો પર ટકેલી છે. જસપ્રીત બુમરાહે સુકાની ડીન એલ્ગરને પેવેલિયનમાં વહેલા મોકલીને ભારતનો રસ્તો સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બીજા દિવસે તેને ટૂંક સમયમાં થોડી વધુ વિકેટ લેવાની જરૂર છે. ટોટલ મોહમ્મદ સિરાજની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉમેશ કેવી બોલિંગ કરશે તે જોવું રસપ્રદ રહેશે. આ સિવાય મોહમ્મદ શમી પાસેથી પણ પ્રથમ મેચની જેમ જ પ્રદર્શનની અપેક્ષા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.