India vs South Africa Womens: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આવતા મહિને દક્ષિણ આફ્રિકા દ્વારા યોજાનાર T20 વર્લ્ડકપમાં રમવાનું છે. આ પહેલા મહિલા ટીમ ત્રિકોણીય શ્રેણી રમી રહી છે, જેમાં તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે હતી. આ મેચમાં સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 27 રનથી શાનદાર જીત નોંધાવી હતી.






વેસ્ટ ઈન્ડિઝ આ ટ્રાઈ સીરિઝમાં ત્રીજી ટીમ છે. બેટ્સમેન અમનજોત કૌરે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ડેબ્યુ કર્યું હતું. તેણે 30 બોલમાં 41 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવી હતી. આ મેચમાં દીપ્તિ શર્માએ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું.


અમનજોત કૌરે શાનદાર ઇનિંગ રમી


વાસ્તવમાં મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી અને 11.4 ઓવરમાં 69 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયા અહીં મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. પરંતુ ત્યાર બાદ જ 7મા નંબરે બેટિંગ કરવા આવેલી અમનજોત કૌરે આફ્રિકન બોલરોની ધોલાઈ કરી અને ભારતીય ટીમનો સ્કોર 6 વિકેટે 147 રન સુધી પહોંચાડ્યો હતો.


23 વર્ષીય અમનજોત સિવાય ઓપનર અને વિકેટકીપર યાસ્તિકા ભાટિયાએ 34 બોલમાં 35 રન બનાવ્યા હતા. જ્યારે દીપ્તિ શર્માએ 23 બોલમાં 33 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ પછી 148 રનના ટાર્ગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 9 વિકેટ ગુમાવીને 120 રન જ બનાવી શકી અને 27 રનથી મેચ હારી ગઈ હતી.


ઓફ સ્પિનર ​​દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 30 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી. તેના સિવાય લેગ સ્પિનર ​​દેવિકા વૈદે 3 ઓવરમાં 19 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. હવે ભારતીય મહિલા ટીમે તેની આગામી મેચ 23 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાની છે.


Ranji Trophy: વિદર્ભે ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બનાવ્યો નવો રેકોર્ડ, ગુજરાતને 54 રનમાં કર્યું ઓલઆઉટ


નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં વિદર્ભે ગુજરાતને બીજી ઇનિંગ્સમાં ફક્ત 54 રનમાં ઓલઆઉટ કરી ઇતિહાસ રચ્યો હતો. વિદર્ભે મેચ જીતવા માટે 73 રનનો સરળ ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા ગુજરાતની ટીમ ફક્ત 54 રનમાં ઓલઆઉટ થઇ હતી. વિદર્ભ તરફથી મેચમાં  સ્પિનર ​​આદિત્ય સરવટેએ 11 વિકેટ ઝડપી હતી. વિદર્ભે રણજી ટ્રોફી ગ્રુપ ડી મેચના ત્રીજા દિવસે 18 રનથી જીત મેળવી હતી