IND vs SL 1st T20I Live: ભારતની 43 રનથી જીત, રિયાન પરાગની 3 વિકેટ
IND vs SL: શ્રીલંકાને ભારત સામેની મેચ પહેલા જ બે આંચકાઓનો સામનો કરવો પડ્યો છે. દુષ્મંથા ચમીરા અને નુવાન થિસારા ઈજાના કારણે બહાર છે.
પ્રથમ ટી20માં ભારતે 43 રનથી જીત મેળવી છે. શ્રીલંકા 170 રનમાં ઓલઆઉટ થયું હતું. રિયાન પરાગે 5 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
અક્ષર પટેલે ઘાતક બોલિંગ કરીને ભારતને એક જ ઓવરમાં બે વિકેટ અપાવી હતી. નિસાંકા 79 રનની શાનદાર ઇનિંગ બાદ આઉટ થયો હતો. 48 બોલનો સામનો કરીને તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. શ્રીલંકાની બીજી વિકેટ પરેરાના રૂપમાં પડી હતી. તે 20 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકાએ 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા.
શ્રીલંકાએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમને જીતવા માટે 48 બોલમાં 94 રનની જરૂર છે. નિસાંકા 38 બોલમાં 61 રન બનાવીને રમી રહ્યો છે. પરેરા 11 રન બનાવીને રમી રહ્યો છે. શ્રીલંકાએ 12 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા હતા.
શ્રીલંકાએ 6 ઓવરના અંતે વિના વિકેટે 55 રન બનાવી લીધા છે. મેંડિસ 23 અને નિસાંકા 31 રન બનાવી રમતમાં છે. ભારતીય બોલર્સ વિકેટ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
214 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની સંગીન શરૂઆત થઈ છે. 3 ઓવરના અંતે શ્રીલંકાએ વિના વિકેટે 25 રન બનાવી લીધા છે. નિસાંકા 18 અને મેંડિસ 6 રન બનાવી રમતમાં છે. અક્ષર પટેલે નાંખેલી ત્રીજી ઓવરમાં 12 રન બન્યા હતા.
શ્રીલંકા સામે પ્રથમ ટી20માં ભારતે 20 ઓવરમાં 213 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 58 રન, યશસ્વી જયસ્વાલે 21 બોલમાં 40 રન, રિષભ પંતે 33 બોલમાં 49 રન અને શુભમન ગિલે 16 બોલમાં 34 રન બનાવ્યા હતા. ભારતનો લોઅર ઓર્ડર નિષ્ફળ ગયો હતો. હાર્દિક પંડ્યાએ 9 રન, રિયાન પરાગે 7 રન, રિંકુ સિંહે 1 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 10 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. શ્રીલંકા તરફથી પથિરાનાએ 40 રનમાં 4 વિકેટ લીધી હતી.
18.5 ઓવરના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 202 રન છે. પંત 49 રન બનાવી આઉટ થયો હતો. પથિરાનાએ તેની ચોથી વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા 9 રન અને રિયાન પરાગ 1 રન બનાવી આઉટ થયા હતા.
ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ પડી છે. હાર્દિક પંડ્યા 10 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 1 ચોગ્ગો માર્યો. તેને પથિરાનાએ આઉટ કર્યો હતો. પથિરાનાએ આ વિકેટ લીધી હતી. ભારતે 16.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા છે. પંત અને રિયાન પરાગ રમતમાં છે.
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અડધી સદી બાદ આઉટ થયો હતો. તેણે 26 બોલમાં 58 રન બનાવ્યા હતા. સૂર્યાએ 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ભારતે 13.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા છે. હવે રિષભ પંત અને હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા છે.
11 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 122 રન છે. સૂર્યકુમાર યાદવ 17 બોલમાં 38 રન બનાવીને રમતમાં છે. જ્યારે પંત પણ 13 બોલમાં 10 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે. ભારત મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે.
ભારતે 9 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 102 રન બનાવી લીધા છે. સૂર્યકુમાર યાદવ 8 બોલમાં 21 રન અને રિષભ પંત 9 બોલમાં 7 રન બનાવીને રમતમાં છે.
6.1 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 74 રન છે. શુભમન ગિલ 16 બોલમાં 34 રન બનાવી મદુશંકાનો શિકાર બન્યો હતો. યશસ્વી જયસ્વાલ 21 બોલમાં 40 રન બનાવી આઉટ થયો હતો. ભારતે સળંગ બે બોલમાં બે વિકેટ ગુમાવી છે.
ભારતના ઓપનરો આક્રમક બેટિંગ કરી રહ્યા છે. 5 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ વિના વિકેટે 59 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 19 બોલમાં 39 રન અને શુભમન ગિલ 11 બોલમાં 20 રન બનાવી રમતમાં છે.
3 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 36 રન છે. ઓપનર યશસ્વી જયસ્વાલ 13 બોલમાં 27 રન બનાવીને રમતમાં છે, જ્યારે શુભમન ગિલ પણ 9 રન બનાવી રમી રહ્યો છે. બંને ઓપનરો શરૂઆતથી જ આક્રમક રમત રમી રહ્યા છે.
ભારતીય ઓપનર્સ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. 2 ઓવરના અંતે ભારતે વિના વિકેટ 22 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 14 રને અને શુભમન ગિલ 8 રને રમતમાં છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી છે. 1 ઓવરના અંતે ભારતે વિના વિકેટે 13 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 8 અને યશસ્વી જયસ્વાલ 5 રન બનાવી રમતમાં છે.
પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ(વિકેટકિપર), કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચરિથ અસલંકા(કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, દાસુન શનાકા, મહેશ થેક્ષાના, મથીશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા
ભારત સામેની પ્રથમ ટી20માં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બોલિંગનો ફેંસલો કર્યો છે. ભારત પ્રથમ બેટિંગ કરશે. ભારતીય ટીમ આ પ્રમાણે છે.
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકિપર), રિયાન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ
બ્રેકગ્રાઉન્ડ
IND vs SL Score Live Updates: ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ પલ્લેકેલેમાં રમાશે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની આ પ્રથમ શ્રેણી હશે. ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ પણ છે. શ્રીલંકાની ટીમ હોમ ગ્રાઉન્ડ પર રમશે. જો કે, આ હોવા છતાં, તેને ભારત તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. ટીમ ઈન્ડિયા શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને તક આપી શકે છે. આ સાથે પ્લેઈંગ ઈલેવનમાં હાર્દિક પંડ્યાનું સ્થાન લગભગ નિશ્ચિત છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેની ગેરહાજરીમાં હવે જવાબદારી યુવા ખેલાડીઓ પર રહેશે. શુભમન અને યશસ્વીએ ઘણી મેચોમાં ઓપનિંગ કરી છે. આ બંને શ્રીલંકા સામે અજાયબી કરી શકે છે. ઋષભ પંતને નંબર 3 પર રમવાની તક મળી શકે છે.
ટીમ ઈન્ડિયાએ અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહને બ્રેક આપ્યો છે. યુઝવેન્દ્ર ચહલને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. તેની ગેરહાજરીમાં અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું છે. આ બંનેને પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. રવિ બિશ્નોઈને પણ સ્થાન મળી શકે છે.
શ્રીલંકાને ભારત સામેની મેચ પહેલા જ બે આંચકાઓનો સામનો કરવો પડ્યો છે. દુષ્મંથા ચમીરા અને નુવાન થિસારા ઈજાના કારણે બહાર છે. તેમની ગેરહાજરીમાં શ્રીલંકાએ આસિથ ફર્નાન્ડો અને દિલશાન મદુશંકાને ટીમમાં સ્થાન આપ્યું છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 29 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ મેચોમાં ટીમ ઈન્ડિયાએ 19માં જીત મેળવી હતી, જ્યારે શ્રીલંકા માત્ર 9 જ જીતી શકી હતી. બંને વચ્ચેની મેચ અનિર્ણિત રહી છે. આ પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ જાન્યુઆરી 2023માં રમાઈ હતી. ભારતે આ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. જો કે ત્યારબાદ ભારતે ઘરઆંગણાની ધરતી પર શ્રેણી રમી હતી. આ વખતે શ્રેણી શ્રીલંકામાં રમાશે.
ભારત-શ્રીલંકા T20 મેચ માટે સંભવિત ખેલાડીઓ -
ભારત: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ/શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા: પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકિપર), ચારિથ અસલંકા (કેપ્ટન), દાસુન શનાકા, કામિન્દુ મેન્ડિસ, વાનિન્દુ હસરાંગા, મહિષ થેક્ષાના, દિલશાન મદુશંકા, મથિશા પથિરાના, બિનુરા ફર્નાન્ડો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -