India vs Sri Lanka 1st T20I: ભારતે શ્રીલંકાને પ્રથમ ટી-20માં હરાવ્યું, ભુવનેશ્વરની 4 વિકેટ

IND vs SL: ભારતીય ટીમ સીનિયર ખેલાડીઓ વિના શ્રીલંકા પ્રવાસમાં છે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ શિખર ધવન કરી રહ્યો છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યો છે.

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 Jul 2021 11:27 PM
ભારતની જીત

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી-20માં ભારતે શ્રીલંકાને 38 રને હાર આપી હતી. શ્રીલંકા 18.3 ઓવરમાં 136 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ચાર વિકેટ લીધી હતી.

બ્રેકગ્રાઉન્ડ

IND vs SL, 1st T20I: ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવાર એટલે કે આજથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. આજે સીરીઝની પ્રથમ મેચ કોલંબોમાં (R.Premadasa Stadium, Colombo) રમાશે. ખાસ વાત છે કે બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ 2-1થી સીરીઝને પોતાના નામે કરી લીધી હતી. આજથી શરૂ થઇ રહેલી ટી20 સીરીઝમાં શ્રીલંકા જીત મેળવીને હિસાબ બરાબર કરવાની કોશિશ કરશે. ભારતીય ટીમ સીનિયર ખેલાડીઓ વિના શ્રીલંકા પ્રવાસમાં છે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ શિખર ધવન કરી રહ્યો છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યો છે. આ સીરીઝમાં પણ યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવી શકે છે. 

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.