પ્રથમ T20I માં જોરદાર જીત મેળવ્યા બાદ, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા જીતની પ્રક્રિયા ચાલુ રાખવા અને શનિવારે ધર્મશાલામાં બીજી T20I માં ત્રણ મેચની શ્રેણીમાં અજેય લીડ લેવાનું વિચારશે. ભારતીય ટીમે પ્રથમ T20માં પોતાની જીતથી ઘણી સકારાત્મક બાબતો હાંસિલ કરી છે.


ઈશાન કિશન વેસ્ટ ઈન્ડિઝ સામે અસ્વસ્થ દેખાતો હતો પરંતુ શ્રીલંકા સામેની પ્રથમ T20Iમાં તેણે શાનદાર શરૂઆત કરી હતી, તેણે 56 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે નંબર 3 પર બેટિંગની સ્થિતિને સારી રીતે સંભાળી હતી અને ધીમી શરૂઆત પછી 28 બોલમાં અણનમ 57 રન સાથે ખરેખર તેની કુશળતા દર્શાવી હતી.


રોહિત બ્રિગેડ પાસે ઋતુરાજ ગાયકવાડના રૂપમાં બીજો ઓપનિંગ વિકલ્પ છે, જે ઈજાના કારણે પ્રથમ મેચમાં રમી શક્યો નથી. જો તે ફિટ થઈ જાય છે અને બીજી ટી20માં ઉપલબ્ધ થાય છે તો તે ઈશાન કિશન સાથે ઓપનિંગ કરી શકે છે.  રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની જેમ પોતાની નીચેના ક્રમ પર ઉતારી શકે છે.


ભારત અને શ્રીલંકાની મેચમાં  વરસાદ વરસી શકે છે.  બીજી T20 મેચમાં વરસાદની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે 26 ફેબ્રુઆરી એટલે કે શનિવારે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન તાપમાન 9 થી 10 ડિગ્રી વચ્ચે રહી શકે છે.


પિચ રિપોર્ટ


ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ છે. અહીં ફરી એકવાર બેટ્સમેનોને મદદ મળવાની આશા છે. જો કે, તે સાંજની મેચ છે, તેથી અહીં ઝાકળની અસર જોવા મળશે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરશે.



બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગોમાં ટીમ ઈન્ડિયાનું પલડું શ્રીલંકાની ટીમ કરતાં ભારે છે. આવી સ્થિતિમાં અમારું મેચ પ્રિડિક્શન મીટર કહી રહ્યું છે કે આ મેચમાં રોહિત બ્રિગેડ જીતશે.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સંજુ સેમસન, દીપક હુડા, વેંકટેશ અય્યર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ.


શ્રીલંકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાંકા, દાનુષ્કા ગુનાથિલાકા, કામિલ મિશ્રા (wk), દિનેશ ચંદીમલ, ચરિત અસલંકા, દાસુન શનાકા (c), ચમિકા કરુણારત્ને, જેફરી વાંડેરસે, પ્રવીણ જયવિક્રમા, દુષ્મંથા ચમીરા અને લાહિરુ કુમાર.