IND vs SL 3rd ODI, LIVE: શ્રીલંકાએ ભારતને ત્રીજી વન ડેમાં હરાવ્યું, સીરિઝ પર કર્યો કબજો

India vs Sri Lanka 3rd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે (07 ઓગસ્ટ) રમાઇ રહી છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Aug 2024 08:38 PM
શ્રીલંકાએ સીરિઝ જીતી

શ્રીલંકાએ વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતને 110 રને હરાવ્યું હતું. આ જીત સાથે તેણે શ્રેણી પર પણ કબ્જો કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 248 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 138 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.





ભારતે ગુમાવી આઠમી વિકેટ

19 ઓવરના અંતે ભારતનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 107 રન છે. શિવમ દુબે 9 રન બનાવી આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર 4 રન અને કુલદીપ યાદવ 2 રન બનાવી રમતમાં છે.

ભારતે ગુમાવી સાતમી વિકેટ

17 ઓવરના અંતે ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 101 રન છે. ડેબ્યૂ મેન રિયાન પરાગ 15 રન બનાવી આઉટ થયો હતો.  શિવમ દુબે 9 રન  અને વોશિંગ્ટન સુંદર 0 રન બનાવી રમતમાં છે.

શ્રેયસ અય્યર ફરી નિષ્ફળ ગયો

13 ઓવરના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 82 રન છે. શ્રેયસ અય્યર 8 રન બનાવી આઉટ થયો હતો. આ સીરિઝમાં તે ખાસ ઉકાળી શક્યો નથી. આ પહેલા અક્ષર પટેલ 2 રન બનાવી   એલબીડબલ્યુ આઉટ થયો હતો.

ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી

12.1 ઓવરના અંતે ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 73 રન છે.  અક્ષર પટેલ 2 રન બનાવી વેલ્લાલેગેની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. હાલ રિયાન પરાગ અને શ્રેયસ અય્યર રમતમાં છે.

ભારતે ગુમાવી ચોથી વિકેટ

11 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 72 રન છે. વિરાટ કોહલી 18 બોલમાં 20 રન બનાવી આઉટ થયો હતો. રિષભ પંત 6 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ 20 બોલમાં 35 રનની ઈનિંગ રમી હતી.

ભારતને જીતવા માટે 249 રનનો ટાર્ગેટ

પ્રથમ ઇનિંગ પુરી થઇ ચૂકી છે. 50 ઓવર બાદ શ્રીલંકાએ 7 વિકેટના નુકસાન પર 248 રન બનાવી લીધા છે. આ સીરીઝનો આ સર્વોચ્ચ સ્કૉર છે. 


શ્રીલંકા તરફથી આવિષ્કા ફર્નાન્ડો અને કુસલ મેન્ડિસની શાનદાર અડધી સદીની મદદથી શ્રીલંકાએ ત્રીજી વનડેમાં ભારતને 249 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા હતા. ભારત માટે પોતાની પ્રથમ વનડે મેચ રમી રહેલા રિયાન પરાગે 54 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. શ્રીલંકા માટે પથુમ નિસાંકા અને ફર્નાન્ડોએ પ્રથમ વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. જોકે, ફર્નાન્ડો સદી ચૂકી ગયો હતો અને 96 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં કામિન્દુ મેન્ડિસે 19 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી.

વેલ્લાલાગે થયો આઉટ 

રિયાન પરાગે શાનદાર બોલિંગ કરી અને વેલ્લાલાગેને આઉટ કરીને ભારતને છઠ્ઠી સફળતા અપાવી છે. રિયાને વેલ્લાલાગેને બૉલ્ડ કર્યો જે ત્રણ બોલમાં બે રન બનાવીને આઉટ થયો હતો.

વૉશિંગટને લિયાનાગેને કર્યો આઉટ 

વૉશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરીને જેનિથ લિયાનાગેને આઉટ કરીને શ્રીલંકાને પાંચમો ઝટકો આપ્યો છે. લિયાનાગે 12 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. 

શ્રીલંકાને ચોથા ઝટકો 

શ્રીલંકાને ત્રીજી વનડેમાં ચોથો ઝટકો લાગ્યો છે. મોહમ્મદ સિરાજે સદિરાને આઉટ કરીને શ્રીલંકાને આ ઝટકો આપ્યો હતો. સાદિરા ખાતું પણ ખોલાવી શક્યો નહીં. 

વનડે ડેબ્યૂમાં ચમક્યો રિયાન પરાગ 

રિયાન પરાગે તેની ODI ડેબ્યૂમાં જ કમાલ કર્યો છે, અને તેની પ્રથમ 4 ઓવરમાં શ્રીલંકાની 2 વિકેટ લીધી છે. અવિષ્કાને આઉટ કર્યા બાદ રેયાને કેપ્ટન અસલંકાને આઉટ કર્યો હતો. આ સાથે શ્રીલંકાને 3 આંચકો લાગ્યો છે.

શ્રીલંકાને બીજો ઝટકો 

શ્રીલંકાને બીજો ઝટકો આવિશ્કા ફર્નાન્ડોના રૂપમાં લાગ્યો હતો. રિયાન પરાગે તેને LBW આઉટ કર્યો છે. પરાગે તેને 96 રનના અંગત સ્કૉર સાથે પેવેલિયન મોકલ્યો છે. રિયાન પરાગે આવિષ્કા ફર્નાન્ડોને આઉટ કરીને વનડેમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી છે. ચારિથ અસલંકા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. કુસલ મેન્ડિસ ક્રિઝ પર છે, હાલમાં શ્રીલંકાનો સ્કૉર 36 ઓવર પછી 174/2 છે.

આવિષ્કાની ફિફ્ટી, શ્રીલંકા 100 રનને પાર 

આવિષ્કા ફર્નાન્ડોએ ODI ક્રિકેટમાં તેની 8મી અડધી સદી ફટકારી છે. ત્રીજી વનડેમાં તેણે ચોગ્ગા સાથે પોતાની ફિફ્ટી પૂરી કરી. આ સાથે શ્રીલંકાનો સ્કૉર 1 વિકેટે 100 રનને પાર કરી ગયો છે. 

ભારતને પ્રથમ સફળતા 

શ્રીલંકાને પહેલો ઝટકો 89 રનના સ્કૉર પર લાગ્યો હતો. અક્ષર પટેલે પથુમ નિશંકાને પંતના હાથમાં ઝીલાવી દીધો. તે 45 રન બનાવીને આઉટ થયો હતો. કુસલ મેન્ડિસ ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે. આવિષ્કા ફર્નાન્ડો તેને સપોર્ટ કરવા માટે ક્રિઝ પર છે.

શ્રીલંકાનો સ્કૉર 50 રનને પાર

ભારત સામેની ત્રીજી વનડેમાં શ્રીલંકાના સ્કૉર 50 રનને પાર કરી ગયો છે. તેણે 12 ઓવરમાં વિના કોઈ નુકશાને 51 રન બનાવ્યા છે. ભારત સામે શ્રીલંકાની ઓપનિંગ જોડી સેટલ થઈ ગઈ છે. પથુમ નિશંકા અને અવિષ્કા ફર્નાન્ડો વચ્ચે રચાઈ રહેલી ભાગીદારી હવે સદીની ભાગીદારી તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

શ્રીલંકાની ધીમી શરૂઆત 

શ્રીલંકાની શરૂઆત ધીમી રહી હતી. નિસાંકા અને અવિષ્કા વચ્ચે છ ઓવરમાં 27 રનની ભાગીદારી સાથે રમી રહ્યાં છે. સીરીઝમાં શ્રીલંકા 1-0થી સાથે આગળ છે. 

શ્રીલંકાના બન્ને ઓપનર ક્રિઝ પર 

ત્રીજી વનડેમાં શ્રીલંકાના દાવમાં 5 ઓવરની રમત સમાપ્ત થઈ ગઈ છે. 5 ઓવર પછી શ્રીલંકાના ઓપનરોએ સ્કૉર બોર્ડ પર 26 રન લગાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. નિસાંકા અને અવિષ્કાની જોડી ક્રિઝ પર છે.

શ્રીલંકાની બેટિંગ શરૂ 

આવિષ્કા ફર્નાન્ડો અને પથુમ નિશંકાએ શ્રીલંકા માટે બેટિંગની જવાબદારી સંભાળી છે. બંને બેટ્સમેનોએ પ્રથમ ઓવરમાં 8 રન બનાવ્યા હતા. સિરાજે આ ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. નિસાંકા અને અવિષ્કા ક્રિઝ પર છે. ભારત કોઈપણ કિંમતે આ મેચ જીતવા માંગશે.

ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન નીચે મુજબ છે.


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઋષભ પંત, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, શ્રેયસ અય્યર, શિવમ દુબે.

ટીમ ઇન્ડિયાએ કર્યા બે ફેરફાર 

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમમાં 2 ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ અને અર્શદીપસિંહને બહાર કરીને તેણે રિષભ પંત અને રિયાન પરાગને તક આપી છે.

ત્રીજી વનડેમાં ટૉસ હાર્યો કેપ્ટન રોહિત 

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વનડેમાં પણ ટૉસ હારી ગયો છે. શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મતલબ કે ભારત પહેલા બૉલિંગ કરશે.

ઋષભ પંતની એન્ટ્રી નક્કી

સીરીઝની અત્યાર સુધીની બંને વનડે મેચોમાં વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, જ્યારે ઋષભ પંત બેન્ચમાં બેસેલો જોવા મળ્યો હતો. જોકે, હવે પંતને સીરીઝની ત્રીજી મેચમાં તક મળી શકે છે કારણ કે રાહુલે બંને મેચમાં ખાસ પ્રદર્શન કર્યું ન હતું. પ્રથમ મેચમાં રાહુલે 31 રનની ઇનિંગ રમી હતી. આ પછી બીજી મેચમાં તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. તો ચાલો જાણીએ કે પંત સિવાય ટીમમાં અન્ય બે ફેરફાર શું હોઈ શકે છે.

ભારત માટે કરો યા મરો મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે (07 ઓગસ્ટ) રમાશે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરોની રહેશે. શ્રીલંકા સીરીઝમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મેચ જીતીને સીરીઝ બરાબરી કરવા ઈચ્છશે જ્યારે શ્રીલંકા જીતીને સીરીઝ જીતવા ઈચ્છશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક-બે નહીં પરંતુ ત્રણ ફેરફાર જોવા મળી શકે છે, જેમાં ઋષભ પંતનો પણ સમાવેશ થઈ શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

India vs Sri Lanka 3rd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે (07 ઓગસ્ટ) રમાશે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરોની રહેશે. શ્રીલંકા સીરીઝમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મેચ જીતીને સીરીઝ બરાબરી કરવા ઈચ્છશે જ્યારે શ્રીલંકા જીતીને સીરીઝ જીતવા ઈચ્છશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક-બે નહીં પરંતુ ત્રણ ફેરફાર જોવા મળી શકે છે, જેમાં ઋષભ પંતનો પણ સમાવેશ થઈ શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.