Indis vs Sri Lanka 3rd T20I Rajkot: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. અહીં બન્ને ટીમો માટે કરો યા મરો મેચ રમાશે, કેમ કે બન્ને ટીમો ત્રણ ટી20 મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. પ્રથમ ટી20માં ભારતીય ટીમે જીત મેળવી હતી, તો બીજી ટી20માં શ્રીલંકા ટીમે જીત મેળવીને સીરીઝમાં વાપસી કરી હતી. 


જોકે, ખાસ વાત છે કે, શ્રીલંકન ટીમ હજુ સુધી ભારતીય જમીન પર કોઇ ટી20 સીરીઝ જીતવામાં હજુ સુધી સફળ નથી થઇ શકી. જાણો આજે મેચ જીતવા માટે બન્ને ટીમોની કેવી હશે પ્લેઇંગ ઇલેવન.


ભારતની પ્લેઇંગ ઇલેવનમા થશે ફેરફાર - 
રાજકોટ ટી20માં ભારતીય ટીમમાં કેપ્ટન હાર્દિક પંડ્યા મોટો ફેરફાર કરી શકે છે. રિપોર્ટ છે કે, આજની ટી20માં અર્શદીપને બહાર બેસાડવામાં આવી શકે છે. અર્શદીપે પુણે ટી20માં નૉ બૉલનો વરસાદ કરી દીધો હતો, અને આ કારણે ટીમને એક્સ્ટ્રા રનના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. 


રિપોર્ટ છે કે, આજની મેચમાં અર્શદીપ સિંહ અને શુભમન ગીલને પણ બહાર બેસાડવામાં આવી શકે છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં આ બન્ને ખેલાડીઓની જગ્યાએ મુકેશ કુમાર અને ઋતુરાજ ગાયકવાડને સામેલ કરવામાં આવી શકે છે. વળી, શ્રીલંકાની વાત કરીએ તો ટીમમાં ફેરફારનો કોઇ અવકાશ નથી. કેમ કે દરેક કેપ્ટન પોતાની જીત વાળી પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર નથી કરવા માંગતો.  


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ XI: - 
ભારતની પ્લેઇંગ ઇલેવન -
શાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડ્ડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, યુજવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર. 


શ્રીલંકન પ્લેઇંગ ઇલેવન - 
પાથુમ નિશંકા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા, ધનંજય ડિ સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ તીક્ષણા, કસુન રાજિતા, દિલશાન મધુશંકા.