IND vs SL 2nd T20: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું, સીરીઝમાં બનાવી અજેય લીડ
ટીમ ઈન્ડિયાએ T20 શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયાએ T20 શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે તોફાની અડધી સદી ફટકારી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસને પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો છે. શ્રીલંકા તરફથી નિશાન્કાએ જોરદાર અડધી સદી ફટકારી હતી. તેણે 53 બોલમાં 75 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે સારી બોલિંગ કરી હતી.
જસપ્રીત બુમરાહે શ્રીલંકાને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે દિનેશ ચાંદીમલને 9 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. આ પહેલા શ્રીલંકાએ 100 રનનો આંકડો પાર કર્યો હતો. ટીમે અત્યાર સુધી 4 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા છે.
શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી. ભારતીય બોલર હર્ષલ પટેલે માત્ર 1 રનના અંગત સ્કોર પર કામિલ મિશ્રાને આઉટ કર્યો હતો.
શ્રીલંકાની બીજી વિકેટ પડી. યુઝવેન્દ્ર ચહલે અસલંકાને આઉટ કર્યો હતો.
ભારતને લાંબી રાહ બાદ પ્રથમ વિકેટ મળી હતી. રવિન્દ્ર જાડેજાએ ગુણતિલકાને 38 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો.
શ્રીલંકાની શરૂઆત ધીમી રહી હતી. પરંતુ ખાસ વાત એ હતી કે ટીમે 7મી ઓવર સુધી એક પણ વિકેટ ગુમાવી ન હતી. શ્રીલંકાએ 41 રન બનાવ્યા છે. ગુણાથિલાકા 16 રન અને નિસાંકા 22 રનના વ્યક્તિગત સ્કોર પર રમી રહ્યા છે.
શ્રીલંકા માટે નિસાંકા અને ગુનાથિલાકા ઓપનિંગ કરી રહ્યા છે. જ્યારે ભારત તરફથી પ્રથમ ઓવર ભુવનેશ્વર કુમારે કરી હતી.
શ્રીલંકાએ ધર્મશાલામાં ભારત સામેની T20 શ્રેણીની બીજી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. શ્રીલંકા (પ્લેઇંગ ઇલેવન): પથુમ નિસાંકા, કામિલ મિશ્રા, ચરિત અસલંકા, દાનુષ્કા ગુણાથિલાકા, દિનેશ ચંદીમલ, દાસુન શનાકા, ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, પ્રવિણ જયવિક્રમા, બિનુરા ફર્નાન્ડો, લાહિરુ કુમારા
ભારતે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા , ઇશાન કિશન , શ્રેયસ ઐયર, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વેંકટેશ ઐયર, દીપક હુડા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
બ્રેકગ્રાઉન્ડ
ટીમ ઈન્ડિયાએ T20 શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે તોફાની અડધી સદી ફટકારી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસને પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -