IND vs SL 3rd T20 : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝ 3-0થી કબજે કરી
T20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે.
ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવીને શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં શ્રેયસ અય્યરે તોફાની અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે શાનદાર ઈનિંગ રમતા 45 બોલમાં 73 રન ફટકાર્યા હતા.
ભારતની પ્રથમ વિકેટ પડી. રોહિત શર્મા 5 રન બનાવીને આઉટ થયો હતો. ચમીરાએ તેને પેવેલિયનમાં મોકલી દીધો.
T-20 સિરીઝની છેલ્લી મેચમાં શ્રીલંકાએ ભારતને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. ધર્મશાલામાં રમાઈ રહેલી આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ આક્રમક બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 38 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી અવેશ ખાન અને મોહમ્મદ સિરાજે સારી બોલિંગ કરી હતી.
શ્રીલંકાને પાંચમો ઝટકો લાગ્યો હતો. ચાંદીમલ 25 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. તેને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો.
શ્રીલંકાની ચોથી વિકેટ ઝેનિથ લિયાનેજના રૂપમાં પડી હતી. તેને રવિ બિશ્નોઈએ આઉટ કર્યો હતો.
શ્રીલંકાની ત્રીજી વિકેટ અસલંકાના રૂપમાં પડી હતી. તે 4 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. તેને અવેશ ખાને શિકાર બનાવ્યો હતો.
શ્રીલંકાની બીજી વિકેટ પડી. નિસાંકા માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો, તેને અવેશ ખાને આઉટ કર્યો હતો.
શ્રીલંકાની પ્રથમ વિકેટ પડી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ગુણાથિલકાને આઉટ કર્યો હતો. તે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો.
શ્રીલંકા (પ્લેઇંગ ઇલેવન): પથુમ નિસાંકા, દાનુષ્કા ગુનાથિલાકા, ચરિત અસલંકા, દિનેશ ચાંડીમલ , ઝેનિથ લિયાનેજ, દાસુન શનાકા , ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, જેફરી વાંડરસે, બિનુરા ફર્નાન્ડો, લાહિરુ કુમારા
ભારત (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા , સંજુ સેમસન , શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, વેંકટેશ ઐયર, દીપક હુડા, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, અવેશ ખાન
શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ખેલાડીઓ પ્રથમ બોલિંગ કરવા મેદાનમાં ઉતરશે.
બ્રેકગ્રાઉન્ડ
T20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ભારત તરફથી બેટિંગ કરતા શ્રેયસ અય્યરે અણનમ 73 રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 9 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -