કોરોનાના કારણે ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણી પર બ્રેક લાગી ગઈ છે.  શ્રીલંકાના ડેટા એનાલિસ્ટ અને બેટિંગ કોચ પોઝિટિવ આવ્યા છે. આ કિસ્સામાં, શ્રેણી કાર્યક્રમને પુનઃનિર્ધારિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ વન ડે શ્રેણી 13 જુલાઈથી શરૂ થવાની હતી.  ટીમ ઈન્ડિયા (ટીમ ઈન્ડિયા) આ પ્રવાસમાં ત્રણ વન ડે અને ત્રણ મેચની શ્રેણી રમવાની છે. શિખર ધવનની આગેવાની હેઠળની જુનિયર ટીમ અહીં છે.


જાણકારી મુજબ, હવે વનડે સીરીઝની પ્રથમ મેચ 17 જૂલાઈ રમાશે. જ્યારે બીજી અને ત્રીજી વનડે 19 અને 21 જૂલાઈએ આયોજિત કરાશે.


ભારત અને શ્રીલંકા વનડે સીરિઝ પર કોરોનાનો ખતરો મંડરાય રહ્યો છે. બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરના સંક્રમિત થયા બાદ શ્રીલંકાની ટીમમાં શુક્રવારે વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે. ટીમના ડેટા વિશ્લેષક જીટી નિરોશન કોરોના પોઝિટિવ મળ્યા છે. આ બંને સભ્યો કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા છે.


 ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ શ્રીલંકાઈ ખેલાડીઓને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી નથી. આ ખેલાડીઓને કોલંબોની હોટેલમાં રાખવામાં આવ્યા છે. તેમ છતાં ટીમમાંથી કોરોના સંક્રમણની ખબરો સામે આવી રહી છે.


ભારતના શ્રીલંકા પ્રવાસ પર 3 વન ડે અને 3 ટી20 ઈન્ટરનેશનલ મેચની સીરિઝ રમવાની છે. આ પ્રવાસ પર પાંચ ભારતીય ખેલાડીઓને પહેલી વાર ભારતીય ટીમમાં સામેલ કરાયા છે. જેમાં ગૌતમ, દેવદત્ત પડીક્કલ, નીતિશ રાણા, ઋતુરાજ ગાયકવાડ અને ચેતન સાકરિયા સામેલ છે.