IND vs SL T20 Live: રોમાંચક મેચમાં ભારતનો કારમો પરાજય, શ્રીલંકાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2022ની સુપર 4 ની ત્રીજી મેચ દુબઇમાં રમાઈ રહી છે. એશિયા કપમાં આ સિઝનમાં ભારત અને શ્રીલંકાની ટીમો પહેલીવાર આમને સામને ટકરાઇ રહી છે.
અંતિમ ઓવરમાં શ્રીલંકાને જીત માટે 7 રનની જરુર હતી. ત્યારે 20 ઓવરના 5મા બોલ પર શ્રીલંકાએ 174 રન બનાવી લીધા હતા. આ હાર સાથે ભારત એશિયા કપમાંથી બહાર થઈ ગયું છે.
12મી ઓવરના પ્રથમ બોલ પર યુઝવેન્દ્ર ચહલે પાથુમ નિશંકાને કેચ આઉટ કરાવ્યો હતો. નિશંકાએ 52 રન બનાવ્યા. હાલ શ્રીલંકાનો સ્કોર 97 રન પર 1 વિકેટ
શ્રીલંકાનો સ્કોર 10 ઓવરના અંતે 89 રન પર પહોંચ્યો છે. પાથુમ નિશંકા 50 અને મેડિસ 39 રન સાથે રમતમાં છે.
5 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 45 રન છે. પાથુમ નિશંકા 28 રન અને મેડિસ 17 રન સાથે રમતમાં છે.
અંતિમ ઓવરમાં અશ્વિને 1 સિક્સર ફટકારી હતી અને આ સાથે ભારતે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને કુલ 173 રન બનાવ્યા છે.
ઋષભ પંત 13 બોલમાં 17 રન બનાવી આઉટ થયો. હાલ અશ્વિન અને ભુવનેશ્વર રમતમાં છે
19મી ઓવરમાં દિપ હુડ્ડા 3 રન બનાવી આઉટ થયો હતો. હાલ ભારતનો સ્કોર 157 રન પર 6 વિકેટ
હાર્દિક પંડ્યા 13 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો.
સુર્યકુમાર યાદવ 29 બોલમાં 34 રન બનાવી આઉટ થયો છે. 14.2 ઓવરના અંતે ભારતનો સ્કોર 119 રન પર 4 વિકેટ. હાલ હાર્દિક પંડ્યા અને ઋષભ પંત રમતમાં છે.
રોહિત શર્મા 41 બોલમાં 72 રન બનાવી આઉટ થયો છે. હાલ ભારતનો સ્કોર 110 રન પર 3 વિકેટ. 12.3 ઓવર
10 ઓવરના અંતે ભારતનો સ્કોર 79 પર 2 વિકેટ છે. હાલ રોહિત શર્મા 53 રન અને સુર્યકુમાર 17 રન સાથે રમતમાં છે.
વિરાટ કોહલી શુન્ય રન પર આઉટ થયો છે. મધુશંકાના બોલ પર વિરાટ બોલ્ડ થયો છે. ભારતનો સ્કોર 2.5 ઓવર પર 12 રન - 2 વિકેટ.
ઓપનિંગ કરવા આવેલ કે.એલ રાહુલ 6 રન બનાવી આઉટ થયો. ભારતનો સ્કોર 1.5 ઓવરના અંતે 11 રન પર 1 વિકેટ.
પથુમ નિશંકા, કુસલ મેન્ડિસ, ચારીથ અસાલંકા, દાનુશ્કા ગુંથીલંકા, દાસુન શનાકા, ભાનુકા રાજપક્ષા, વાનિન્દુ હસરંગા, ચામિકા કરુનારત્ને, મહેશ તિક્ષાના, અસિથા ફેરનાન્ડો, દિલશાન મદુશંકા
કે.એલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિપક હુડ્ડા, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદિપ સિંહ
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીત્યો છે અને પહેલાં ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું છે. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા ઉતરશે.
બ્રેકગ્રાઉન્ડ
India vs Sri Lanka Live Update Dubai Asia Cup 2022: ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2022ની સુપર 4 ની ત્રીજી મેચ દુબઇમાં રમાવવાની છે. એશિયા કપમાં આ સિઝનમાં ભારત અને શ્રીલંકા પહેલીવાર આમને સામને ટકરાઇ રહ્યાં છે, જે છેલ્લી પણ હોઇ શકે છે, કેમ કે જે હારશે તેના પર દબાણ રહેવાનુ છે. જોકે, ખાસ વાત છે કે શ્રીલંકાએ પોતાનો સુપર 4નો પહેલો મુકાબલો જીતી લીધો હતો, અને ભારતે પાકિસ્તાન સામે હારનો સામનો કર્યો હતો. આવામાં આ મેચ ભારતીય ટીમ માટે ખાસ કરીને કરો યા મરોનો જંગ બની જશે.
લાઈવ મેચો ક્યાં જોઈ શકો છો ?
આ કરો યા મરો મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે, જ્યાં ડીડી ફ્રી ડીશ કનેક્શન છે, ત્યાં આ મેચ ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.
શ્રીલંકા સામે આજની ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, દીપક હુડ્ડા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઇ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -