ત્રીજી અને નિર્ણાયક વનડે પહેલા ભારતનો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાના કારણે થયો બહાર
abpasmita.in | 19 Dec 2019 03:20 PM (IST)
નોંધનીય છે કે, ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ 1-1ની બરાબરી પર છે. 22મી ડિસેમ્બરે રમાનારી વનડે બન્ને ટીમો માટે નિર્ણાયક બનશે
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડે પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે, ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર દીપક ચાહર ઇજાના કારણે ત્રીજી વનડેમાથી બહાર થઇ ગયો છે. રિપોર્ટ છે કે, ત્રીજી કટક વનડે પહેલા દીપકને કમરની ઇજા થઇ છે, જેના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે. દીપકની જગ્યાએ નવદીપ સૈનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી વનડેમાં દીપક ચાહરને પીઠના નીચેના ભાગે કમરમાં ઇજા થઇ હતી. જેના કારણે મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી છે. નોંધનીય છે કે, ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ 1-1ની બરાબરી પર છે. 22મી ડિસેમ્બરે રમાનારી વનડે બન્ને ટીમો માટે નિર્ણાયક બનશે.