Indian Cricket Team: ભારતીય ટીમ માટે નવુ વર્ષ 2022 ખુબ નિરાશાજનક રહ્યું, સળંગ સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો, પરંતુ હવે આગામી સમયમાં ટીમ ઇન્ડિયા નવા જોશ સાથે મેદાનમાં ઉતરવાની કોશિશ કરશે. ભારત હવે આગામી મેચો વેસ્ટ ઇન્ડિઝ સામે રમવાનુ છે, કેપ્ટન રોહિત શર્મા અને કૉચ રાહુલ દ્રવિડની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાનુ શું છે શિડ્યૂલ અને પ્લાનિંગ જાણો...............


સળંગ સીરીઝમાં હાર મળતા ટીમ ઇન્ડિયા નારાજ
ખાસ વાત છે કે થોડાક સમય પહેલા જ ભારતીય ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ ખુબ ચિંતાજનક રહ્યો, કેપ્ટન કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝમાં 1-2થી હાર મળી, તો કેએલ રાહુલની આગેવાની ભારતીય ટીમને વનડે સીરીઝમાં 3-0થી ક્લિન સ્વીપ મળ્યુ. હવે કેપ્ટન અને કૉચનુ પ્લાનિંગ વેસ્ટ ઇન્ડિઝ સામે જીતવાનુ છે. 


ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મેચો


વનડે સીરીઝ
પ્રથમ વનડે - 6 ફેબ્રુઆરી 
બીજી વનડે- 9 ફેબ્રુઆરી 
ત્રીજી વનડે - 12 ફેબ્રુઆરી


ટી20 સીરીઝ
પ્રથમ ટી20 - 15 ફેબ્રુઆરી
બીજી ટી20 - 18 ફેબ્રુઆરી
ત્રીજી ટી20 - 20 ફેબ્રુઆરી


ટી-20 ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐય્યર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ, યુઝર્વેન્દ્ર ચહલ, વોંશિગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને હર્ષલ પટેલ.


વન-ડે ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ,  વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન