IND vs WI: ટીમ ઇન્ડિયા ફેબ્રુઆરીમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઘરઆંગણે વન-ડે અને ત્યારબાદ ટી-20 સીરિઝ રમશે. આ માટે બંન્ને ટીમોની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં જ સાઉથ આફ્રિકા વિરુદ્ધ સીરિઝ રમી છે અને તેમાં હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં હવે ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વન-ડે સીરિઝ જીતીને આત્મવિશ્વાસ મેળવવાની તક રહેશે.


ટીમ ઇન્ડિયાને તેના ઘરમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્દ વન-ડે સીરિઝમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. ભારતીય ટીમે છેલ્લા 16 વર્ષથી વેસ્ટ ઇન્ડિઝ સામે ઘરઆંગણે કોઇ સીરિઝ હારી નથી. એવામાં હવે તેની પાસે આ અજેય રેકોર્ડ જાળવવાની તક છે.


ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પોતાના ઘરઆંગણે છેલ્લી છ વન-ડે સીરિઝમાં સતત જીત હાંસલ કરી છે. હવે ટીમ ઇન્ડિયા સાતમી વખત સીરિઝ જીતવા માંગશે. છેલ્લી વખતે વેસ્ટ ઇન્ડિઝે ભારતીય ટીમને તેના ઘરમાં નવેમ્બર 2002માં હરાવી હતી. ત્યારે ટીમ ઇન્ડિયાને સાત વન-ડે સીરિઝમાં 4-3થી હારનો સામાનો કરવો પડ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ભારતીય ટીમે ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામે સીરિઝ હારી નથી.


બંન્ને ટીમો વચ્ચે ભારતમાં 11 વન-ડે સીરિઝ રમાઇ છે જેમાં સાતમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે જ્યારે ચાર સીરિઝમાં વેસ્ટ ઇન્ડિઝની જીત થઇ છે. બંન્ને ટીમે છેલ્લે ડિસેમ્બર 2019માં ભારતમાં ટકરાઇ હતી જેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 2-1થી હાર આપી હતી.


વેસ્ટ ઇન્ડિઝે ભારતમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે. વન-ડે સીરિઝની તમામ મેચ અમદાવાદમાં 6, 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે જ્યારે ત્રણેય ટી-20 મેચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં 16, 18, 20 ફેબ્રુઆરીએ રમાશે.


ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન


પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક


અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........


Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે