IND W vs WI W 3rd T20I Highlights: ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ ડૉ. ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 60 રને જીતીને સીરિઝ જીતી લીધી હતી. સ્મૃતિ મંધાના અને ઋચા ઘોષની તોફાની ઇનિંગ્સે ભારતને જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.






મેચની કેપ્ટનશીપ કરી રહેલી સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 77 રન કર્યા હતા. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન ઋચા ઘોષે 21 બોલમાં 3 ચોગ્ગા અને છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે.


આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે તેમના માટે ખોટો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 217 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી મોટી ઇનિંગ રમી હતી. બાકી ઋચા ઘોષે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


રન ચેઝમાં વેસ્ટ ઈન્ડિઝ ફ્લોપ રહી હતી


218 રનના જંગી પડકારનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ સંપૂર્ણ રીતે ફ્લોપ જણાઈ હતી. ટીમને સારી શરૂઆત મળી શકી નથી. રનનો પીછો કરતી વખતે વેસ્ટ ઈન્ડિઝે 20 રનના સ્કોર પર કિયાના જોસેફના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ટીમને બીજો ફટકો 57 રનના સ્કોર પર અને ત્રીજો ફટકો 62 રનના સ્કોર પર લાગ્યો હતો. ત્યારબાદ ટીમે 100 રન પહેલા ચોથી વિકેટ પણ ગુમાવી દીધી હતી. ટીમને ચોથો ઝટકો 12મી ઓવરમાં 96 રન પર લાગ્યો હતો.


આ પછી વેસ્ટ ઈન્ડિઝે 15મી ઓવરમાં 129 રનમાં પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વેસ્ટ ઈન્ડિઝે ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ 20 ઓવરમાં 157/9 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


બોલિંગમાં ટીમ ઈન્ડિયાએ કમાલ કરી બતાવી


આ દરમિયાન રાધા યાદવે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સિવાય રેણુકા સિંહ ઠાકુર, સજીવન સજના, તિતાસ સાધુ અને દીપ્તિ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.


ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ