India vs West Indies, 2nd Test Day 5 Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતીય ટીમે સાત વિકેટથી જીત મેળવી હતી. 121 રનનો લક્ષ્યાંક ટીમે પાંચમા દિવસ (14 ઓક્ટોબર) ના પહેલા સત્રમાં જ હાંસલ કરી લીધો હતો. કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલે ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કુલદીપે મેચમાં કુલ આઠ વિકેટ લીધી હતી, જ્યારે યશસ્વીએ સદી (175 રન) ફટકારી હતી.

Continues below advertisement

Continues below advertisement

આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝનો 2-0થી વ્હાઈટવોશ કર્યો હતો. દિલ્હી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે તેની બીજી ઇનિંગમાં 390 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ તેની પહેલી ઇનિંગ 518/5 પર ડિકલેર કરી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે તેની પહેલી ઇનિંગમાં 248 રન બનાવ્યા હતા. ભારતે તેની પહેલી ઇનિંગના આધારે 270 રનની લીડ મેળવી હતી અને ફોલો-ઓન આપ્યું હતું.

ભારતીય ટીમે અમદાવાદમાં શ્રેણીની પહેલી ટેસ્ટમાં એક ઇનિંગ અને 140 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો આ સતત 10મો ટેસ્ટ શ્રેણી વિજય છે. વેસ્ટ ઇન્ડીઝે છેલ્લે 2002માં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતને (2-1) હરાવ્યું હતું ત્યારથી વેસ્ટ ઇન્ડીઝ ભારત સામે એક પણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી.

યશસ્વી અને ગિલે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી

શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યશસ્વી જયસ્વાલે પ્રથમ દિવસે પોતાની સદી પૂર્ણ કરી હતી. કેએલ રાહુલ (38) ના આઉટ થયા પછી જયસ્વાલે સાઈ સુદર્શન સાથે 193 રનની ભાગીદારી કરી હતી. સુદર્શન 87 રન બનાવીને આઉટ થયો. બીજા દિવસે જયસ્વાલ તેની બેવડી સદી ચૂકી ગયો. 175 રન બનાવીને રન આઉટ થયો હતો. આ ઇનિંગમાં જયસ્વાલે 22 ચોગ્ગા ફટકાર્યા હતા.

પહેલી દાવમાં કુલદીપ યાદવે 5 વિકેટ લીધી.

ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝનો પહેલો દાવ બીજા સત્રમાં 248 રનમાં સમેટાઈ ગયો. કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ ત્રણ વિકેટ લીધી, જે ત્રણેય તેણે બીજા દિવસે લીધી હતી. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ દરેકે પ્રથમ દાવમાં એક-એક વિકેટ લીધી.