Women World Cup Points Table: મહિલા વર્લ્ડ કપ 2025ની 14મી મેચ ખૂબ જ રોમાંચક રહી જેમાં બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાને જોરદાર ટક્કર આપી હતી. જોકે, દક્ષિણ આફ્રિકાએ અંતિમ ઓવરમાં ત્રણ વિકેટથી મેચ જીતી લીધી હતી. આ મેચ બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પણ પોઈન્ટ ટેબલમાં એક સ્થાન પાછળ છોડી દીધું હતું. દક્ષિણ આફ્રિકા સામે હાર બાદ ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તેમનો આગામી મુકાબલો ઈંગ્લેન્ડ સામે છે.

Continues below advertisement

Continues below advertisement

સોમવારે મહિલા વર્લ્ડ કપ મેચમાં બાંગ્લાદેશ મહિલા ટીમે પહેલા બેટિંગ કરીને 232 રન બનાવ્યા હતા. શોરુન અખ્તર (51) અને શર્મીન અખ્તર (50) એ અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ નાહિદા અખ્તર અને રીતુ મોનીની ઉત્તમ બોલિંગે દક્ષિણ આફ્રિકાને મુશ્કેલીમાં મુકી દીધું હતુ. લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 78 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મારિઝેન કૈપ (56) અને ક્લો ટ્રાયોન (62) એ અડધી સદી ફટકારી હતી. અંતે, નાદીન ડે ક્લાર્કે 29 બોલમાં 37 રન બનાવીને દક્ષિણ આફ્રિકાને અંતિમ ઓવરમાં વિજય અપાવ્યો હતો.

દક્ષિણ આફ્રિકા ભારતથી ઉપર આવી ગયું

બાંગ્લાદેશને હરાવ્યા બાદ દક્ષિણ આફ્રિકા મહિલા વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં એક સ્થાન ઉપર આવ્યું છે. ટીમે ચારમાંથી ત્રણ મેચ જીતી છે, છ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જોકે, તેમનો નેટ રન રેટ હાલમાં નેગેટિવ (-0.618) છે. ભારતીય મહિલા ટીમ એક સ્થાન નીચે સરકીને ચોથા સ્થાને પહોંચી ગઈ છે, તેણે ચારમાંથી બે મેચ જીતી છે અને બે હારી છે. જોકે, ભારતનો નેટ રન રેટ (-0.682) દક્ષિણ આફ્રિકા કરતા સારો છે.

ઓસ્ટ્રેલિયા ટોચ પર

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે તેની ચારમાંથી ત્રણ મેચ જીતી છે, જેમાં એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ +1.353 છે અને સાત પોઈન્ટ છે. ઇંગ્લેન્ડ, જેણે તેની ત્રણેય મેચ જીતી છે, તેનો નેટ રન રેટ ઓસ્ટ્રેલિયા કરતા વધુ સારો છે. ઇંગ્લેન્ડ બીજા સ્થાને છે.

મહિલા વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમો

ન્યૂઝીલેન્ડ પાંચમા સ્થાને છે, તેણે ત્રણમાંથી માત્ર એક મેચ જીતી છે. તેમનો નેટ રન રેટ માઈનસ (-0.245) છે. દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ બાંગ્લાદેશ છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. ટીમે પાકિસ્તાન સામે ફક્ત પહેલી મેચ જીતી હતી. ત્યારથી ટીમે ત્રણ મેચ ગુમાવી છે. બાંગ્લાદેશના બે પોઈન્ટ અને -0.263 નો નેટ રન રેટ છે.

શ્રીલંકા અને પાકિસ્તાન હજુ સુધી એક પણ મેચ જીતી શક્યા નથી, જોકે ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકાની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. એક પોઈન્ટ સાથે શ્રીલંકા -1.526 ના નેટ રન રેટ સાથે સાતમા સ્થાને છે. પાકિસ્તાન આઠમા ક્રમે મહિલા વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. પાકિસ્તાને તેની ત્રણેય મેચ હારી છે અને તેનો નેટ રન રેટ -1.887 છે.