IND vs WI, 1st T20I: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ત્રણ મેચની ટી20 સીરિઝ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન મેદાનમાં રમાશે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રમાનારા આઈસીસી ટી20 વર્લ્ડકપની તૈયારીને ધ્યાનમાં રાખી ભારત ખેલાડીઓને અજમાવશે.  રોહિત શર્માએ શ્રેણી અગાઉ જણાવ્યું કે, પ્રોયોગો માટે હવે સમય નથી. ટી20 વર્લ્ડકપના સંભવિતોને પૂરતી પ્રેક્ટિસ મળી રહે તે જરૂરી છે અને ટીમનું ફોક્સ તેના પર છે.


ટીમ ઈન્ડિયા રોહિત શર્માની સાથે ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગમાં ઉતારી શકે છે ગાયકવાડ શાનદાર ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું કે, રાહુલ બહાર છે આ સ્થિતિમાં ગાયકવાડ સારો વિકલ્પ છે. ત્રીજા નંબર પર વિરાટ કોહલી, ચોથા નંબર ઋષભ પંત, પાંચમા નંબર પર સૂર્યકુમાર યાદવ આવી શકે છે.


આ મેચમાં રોહિત શર્મા શ્રેયસ અય્યરને બહાર રાખી શકે છે. દીપક હુડા છઠ્ઠા ક્રમે આવી શકે છે. તે સ્પિંન બોલિંગ પણ કરી શકે છે. આ ઉપરાંત બોલિંગમાં તે અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને પણ પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખીને તેના સ્થાને મોહમ્મદ સિરાજને તક આપી શકે છે.


કેટલા વાગે શરૂ થશે મેચ


કોલકાતાના ઈડન ગાર્ડન મેદાનમાં સાંજે 7.30 કલાથી મુકાબલો શરૂ થશે. 7 વાગે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ લઈ શકે છે.


કઈ ચેનલ પરથી ટેલિકાસ્ટ


ભારત – વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ટી20 શ્રેણીનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર પરથી નીહાળી શકાશે. આ ઉપરાંત દૂરદર્શન પરથી પણ મુકાબોલ નીહાળી શકાશે.


પ્રથમ ટી-20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, યુઝવેંદ્ર ચહલ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ,