કોલકત્તાઃ આવતીકાલે વેસ્ટ ઇન્ડિઝ અને ટીમ ઇન્ડિયા વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે. આ અગાઉ  ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને વન-ડે સીરિઝમાં 3-0થી હાર આપી છે. પરંતુ વિન્ડીઝ ટીમના ખેલાડીઓને ટી20ના એક્સપર્ટ માનવામાં આવે છે. તેઓ વિશ્વભરની ટી20 લીગમાં રમે છે. ટીમે તાજેતરમાં ટી-20 શ્રેણીમાં ઈંગ્લેન્ડને 3-2થી હરાવ્યું હતું. આ પછી ટીમ ભારતના પ્રવાસે આવી છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમનો રેકોર્ડ સારો છે.


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 17 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. ભારતે 10માં જીત મેળવી છે જ્યારે વિન્ડીઝની ટીમે 6 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 10 T20 મેચોની વાત કરીએ તો ભારતીય ટીમે 8માં જીત મેળવી છે. એટલે કે ટીમે 80 ટકા મેચો જીતી છે. ભારતમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 7 ટી-20  મેચ રમાઈ છે. ભારતે 5 મેચ જીતી છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 2 મેચ જીતી છે.


ભારતના ટી-20 ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન વેસ્ટ ઈન્ડિઝ સામેની T20માં શાનદાર રહ્યું છે. બંનેએ 500થી વધુ રન બનાવ્યા છે. રોહિતે 15 ઇનિંગ્સમાં 43ની એવરેજથી સૌથી વધુ 519 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 4 અડધી સદી ફટકારી છે. આ સાથે જ કોહલીએ 11 ઇનિંગ્સમાં 63ની એવરેજથી 501 રન બનાવ્યા છે. જેમાં  5 અડધી સદી ફટકારી છે. આ સાથે જ વેસ્ટ ઇન્ડિઝ ટીમનો કોઈ ખેલાડી 400 રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નહોતો. એવિન લુઈસે ભારત સામે 2 સદીની મદદથી સૌથી વધુ 322 રન બનાવ્યા છે.


ભારતીય ટીમને જીતાડવાની જવાબદારી સ્પિન બોલરો પર રહેશે. ડાબોડી સ્પિનર ​​કુલદીપ યાદવે વિન્ડીઝ સામે 4 મેચમાં 16ની એવરેજથી 8 વિકેટ ઝડપી છે. જ્યારે લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ વન-ડે સીરિઝ બાદ ટી-20 સીરિઝમાં પણ સારુ પ્રદર્શન કરવા માંગશે.


 


Rohit Sharma Press Conference: રોહિત શર્માએ કોહલીના નબળા ફોર્મને લઈ કહી આ મોટી વાત, ટી-20 વર્લ્ડકપને લઈ ભારતનું શું છે પ્લાનિંગ ?


Protein In Natural Food: શું આપને શરીરમાં આ તકલીફ થઇ રહી છે, તો પ્રોટીનની છે ઉણપ, આ ફૂડથી કરો દૂર


Paytm Health ID: પેટીએમ એપ પર બનાવો હેલ્થ આઈડી અને સરકારના આયુષ્માન ભારત ડિજિટલ મિશનમાં જોડાઓ, જાણો વિગતે


Fact Check: ડિજિટલ ઈન્ડિયા યોજના અંતર્ગત ટાવર લગાવીને મહિને 25 હજારની નોકરી મેળવો, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા