IND vs WI 2nd Test Stumps: ભારતના નામે રહ્યો પ્રથમ દિવસ, જાયસ્વાલ 173 પર, સુદર્શન સદી ચૂક્યો, જાણો દિવસભરનું અપડેટ

IND vs WI 2nd Test Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Oct 2025 04:55 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs WI 2nd Test Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો...More

પ્રથમ દિવસની રમત પૂર્ણ 

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ સમાપ્ત થયો છે. રમતના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 318 રન બનાવ્યા હતા. આજે સંપૂર્ણ 90 ઓવર રમાઈ હતી. યશસ્વી જયસ્વાલ 173 રન બનાવીને અણનમ રહ્યા હતા અને કેપ્ટન શુભમન ગિલ 20 રન બનાવીને અણનમ રહ્યા હતા. સાઈ સુદર્શન 87 રન બનાવીને આઉટ થયા હતા અને પોતાની પ્રથમ ટેસ્ટ સદી ચૂકી ગયા હતા. કેએલ રાહુલે 38 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોમેલ વોરિકને બંને વિકેટ લીધી હતી.

© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.