IND vs ZIM 3rd T20 Live Updates: ભારતે ત્રીજી ટી20માં ઝિમ્બાબ્વેને 23 રનથી આપી હાર, સીરિઝમાં 2-1થી આગળ
IND vs ZIML ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે.
ભારતે મેચ જીતવા આપેલા 183 રનના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 159 રન બનાવી શકી હતી. જેથી ભારતનો 23 રનથી વિજય થયો હતો. માયર્સ 65 બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી વોશિંગ્ટન સુંદર 14 રનમાં 3 વિકેટ, આવેશ ખાને 39 રનમાં 2 વિકેટ લીધી હતી.
15 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 110 રન છે. માયર્સ 39 રને અને ક્લાઇવ 35 રને રમતમાં છે. એક સમયે ઝિમ્બાબ્વેએ 39 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી ત્યાંથી ભારત સરળતાથી જીતી જશે તેમ લાગતું હતું. પરંતુ આ બંને શાનદાર બેચિંહ કરી હ્યા છે.
8 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 46 રન છે. વોશિંગ્ટન સુંદરને બીજી સફળતા મળી હતી. તેણે જોનાથન કેમ્પબેલને પેવેલિયન મોકલ્યો હતો.
183 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી ઝિમ્બાબ્વેની નબળી શરૂઆત રહી છે. 6.2 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 37 રનમાં 4 વિકેટ છે. વોશિંગ્ટન સુંદર સિકંદર રજાને 15 રનના સ્કોર પર આઉટ કરી ભારતને ચોથી સફળતા અપાવી હતી.
4 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 30 રન છે. સિકંદર રજા 5 બોલમાં 10 રન અને માયર્સ 0 રન બનાવી રમતમાં છે. આવેશ ખાનને 16 રનમાં 2 અને ખલીલ અહેમદને 13 રનમાં 1 સફળતા મળી છે.
ભારતે ત્રીજી ટી20 જીતવા આપલેા 183 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમની નબળી શરૂઆત થઈ છે. 3 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 19 રન પર 2 વિકેટ છે. ખલીલ અહેમદ અને આવેશ ખાનને 1-1 સફળતા મળી છે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ પૈકીની ત્રીજી ટી20 હરારે સ્પોર્ટ્સ કબલમાં રમાઈ રહી છે, મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન શુભમન ગિલે 49 બોલમાં 66 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 28 બોલમાં 49 રન બનાવ્યા હતા. સંજુ સેમસન 7 બોલમાં 12 રન અને રિંકુ સિંહ 1 બોલમાં 1 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
17.5 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 153 રન છે. ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ 49 બોલમાં 66 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ઋતુરાજ ગાયકવાડ 23 બોલમાં બોલમાં 36 રન બનાવી રમતમાં છે. સંજુ સેમસન મેદાનમાં આવ્યો છે.
14 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 118 રન છે. શુભમન ગિલ 38 બોલમાં 52 રન બનાવી રમતમાં છે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ પણ 11 બોલમાં 19 રન બનાવી મેદાનમાં છે.
11 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 85 રન છે. ગત મેચનો સદીવીર અભિષેક શર્મા 9 બોલમાં 10 રન બનાવી સિકંદર રજાનો શિકાર બન્યો હતો. શુભમન ગિલ 35 રને અને ઋતુરાજ ગાયકવાડ 1 રન બનાવી રમતમાં છે.
ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 80 રન બનાવી લીધા છે. શુભમન 33 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક શર્મા 7 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. તેણે ચોગ્ગો ફટકાર્યો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહેલી ભારતીય ટીમને પ્રથમ ફટકો લાગ્યો છે. યશસ્વી જયસ્વાલ 27 બોલમાં 36 રન બનાવી સિકંદર રજાનો શિકાર બન્યો હતો. 9 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 70 રન છે. ગિલ 31 રને અને અભિષેક શર્મા 2 રન બનાવી રમતમાં છે.
ગિલ અને જયસ્વાલ આક્રમક બેટિંગ કરી રહ્યા છે. 4.1 ઓવરમાં જ ભારતે વિના વિકેટે 50 રન બનાવી લીધા છે. જયસ્વાલ 26 રન અને ગિલ 23 રન બનાવી રમતમાં છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહેલી ભારતીય ટીમને ઓપનરોએ મજબૂત શરૂઆત અપાવી છે. 2 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 29 રન છે. ગિલ 14 અને જયસ્વાલ 14 રને રમતમાં છે.
યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ઓપનિંગ કરી રહ્યા છે. ભારતનો સ્કોર 1 ઓવરના અંતે વિના વિકેટે 15 રન છે. જયસ્વાલ 14 રને અને ગિલ 0 રને રમતમાં છે.
ઝિમ્બાબ્વેને ત્રીજી ટી20માં આંચકો લાગ્યો છે. બે બદલાવ કરામાં આવ્યા છે. તાદીવાનાશે મારુમણી, વેસ્લી મધેવેરે, બ્રાયન બેનેટ, ડીયોન માયર્સ, સિકંદર રઝા(કેપ્ટન), જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે(વિકેટકિપર), વેલિંગ્ટન મસાકાડઝા, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા
યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, શુભમન ગિલ(કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન(ડબલ્યુ), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ
ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20માં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે. ભારતીય ટીમમાં બદલાવ કરવામાં આવ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs ZIM 3rd T20I Live Updates: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે દ્વિપક્ષી ટી20 સીરીઝ રમી રહી છે. જેમાં બે ટી20 મેચ રમાઈ છે અને અત્યાર સુધી આ સીરીઝ 1-1થી બરાબર છે. આ સીરીઝની પ્રથમ ટી20 મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું. આ પછી બીજી ટી20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું હતું. હવે પોતાની જીત જાળવી રાખવા માટે ટીમ ઈન્ડિયા આજે એટલે કે 10 જુલાઈએ ત્રીજી ટી20 મેચ રમશે.
ક્યાં રમાશે ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વેની ત્રીજી ટી20 મેચ ?
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ટી20 મેચ હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે શરૂ થશે.
ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ત્રીજી ટી20 મેચ ટીવી પર ક્યાં જોઇ શકાશે ?
ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ત્રીજી ટી20 સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત થશે. તમે આ મેચને SD અને HD બંનેમાં Sony Sports Ten 3 (હિન્દી), Sony Sports Ten 4 (તમિલ અથવા તેલુગુ) અને Sony Sports Ten 5 પર SD અને HD બંનેમાં લાઇવ જોઈ શકો છો.
ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ત્રીજી ટી20 મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકાશે ?
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી ટી20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Sony Liv એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ હશે, જેના માટે તમારે Sony Liv એપના સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. Jio યુઝર્સ Jio TV પર ફ્રીમાં મેચ જોઈ શકશે.
ત્રીજી ટી20 માટે ભારત અને ઝિમ્બાબ્વેની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: -
શુભમન ગીલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ/સંજૂ સેમસન, રિયાન પરાગ, શિવમ દુબે, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.
ઝિમ્બાબ્વે સંભવિત પ્લેઈંગ ઈલેવન: -
વેસ્લી માધવેરે, ઈનૉસન્ટ કાયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મેડેન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન માસા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -