IND vs ZIM 4th T20 Live Updates: ભારતની 10 વિકેટથી જીત, જયસ્વાલના અણનમ 93 રન
IND vs ZIM: પ્રથમ ટી20માં ભારતની હાર થઈ હતી, જ્યારે બીજી અને ત્રીજી ટી20 જીતીને ભારતે શ્રેણીમાં લીડ લીધી હતી.
ઝિમ્બાબ્વેએ મેચ જીતવા આપેલા 153 રનના ટાર્ગેટને ભારતે 15.2 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે 5 મેચની સીરિઝમાં 3-1ની લીડ લઈ લીધી હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 53 બોલમાં અણનમ 93 અને શુભમન ગિલે 39 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા.
13 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 128 રન પર પહોંચ્યો છે. યશસ્વી જયસ્વાલ 49 બોલમાં 83 રને અને ગિલ 30 બોલમાં 41 રને રમતમાં છે. ભારતને મેચ જીતવા 42 બોલમાં 25 રનની જરૂર છે.
153 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમના ઓપનર્સ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. 10 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટ 106 રન છે. યશસ્વી જયસ્વાલ 65 રન અને શુભમન ગિલ 37 રન બની રમતમાં છે. ઝિમ્બાબ્વેના બોલર્સ વિકેટ લેવા તરસી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 7 ઓવરના અંતે વિના વિકેટે 71 રન છે. યશસ્વી જયસ્વાલે 29 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જયસ્વાલ 56 અને કેપ્ટન શુભમન ગિલ 14 રન બનાવીને રમતમાં છે.
6 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 61 રન છે. યશસ્વી જયસ્વાલ 26 બોલમાં 47 રન બનાવીને અને કેપ્ટન શુભમન ગિલ 10 બોલમાં 13 રન બનાવી રમતમાં છે. ભારતને મેચ જીતવા 84 બોલમાં 92 રનની જરૂર છે.
4 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 53 રન છે. યશસ્વી જયસ્વાલ 18 બોલમાં 40 રન અને ગિલ 6 બોલમાં 12 રન બનાવીને રમતમાં છે. ભારતને મેચ અને સીરિઝ જીતવા માટે 96 બોલમાં 99 રનની જરૂર છે.
153 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની મજબૂત શરૂઆત થઈ છે. 3 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 43 રન છે. શુભમન ગિલ 11 રને અને યશસ્વી જયસ્વાલ 31 રન બનાવી રમતમાં છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા. કેપ્ટન સિકંદર રઝાએ 28 બોલમાં 46 રન બનાવ્યા હતા. મારુમણીએ 32 રન અને વેસ્લીએ 25 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 63 રનની પાર્ટનરશિપ થઈ હતી. ભારત તરફથી ખલીલ અહમદે 32 રનમાં 2 વિકેટ લીધી હતી. જ્યારે ડેબ્યૂમેન તુષાર દેશપાંડેને 30 રનમાં 1 વિકેટ, વોશિંગ્ટન સુંદરને 31 રનમાં 1 વિકેટ, અભિષેક શર્માને 20 રનમાં 1 વિકેટ તથા શિવમ દુબેને 11 રનમાં 1 વિકેટ મળી હતી.
19 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 147 રન છે. ડેબ્યૂ મેન તુષાર દેશપાંડેએ કરિયરની પ્રથમ વિકેટ સિકંદર રઝાની લીધી હતી. રઝા 28 બોલમાં 46 રન બનાવી આઉટ થયો હતો. માયર્સ 12 રને અને ક્લાઇવ 6 રને રમતમાં છે.
ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ખલીલ અહમદની ઓવરમાં તેણે બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 17 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 128 રન છે. સિકંદર રઝા 41 અને માયર્સ 9 રન બનાવી રમતમાં છે.
15 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 98 રન છે. જોનાથન કેમ્પબેલ 3 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન સિકંદર રઝા 21 અને માયર્સ 1 રન બનાવી રમતમાં છે.
ઝિમ્બાબ્વેનો સ્કોર 13.4 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 92 રન છે. વોશિંગ્ટન સુંદરે બેનેટને આઉટ કરાવી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા 13 બોલમાં 19 રન બનાવી રમતમાં છે.
ઝિમ્બાબ્વેના ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. જોકે તે બાદ ટૂંકાગાળામાં બે વિકેટ ગુમાવી હતી. 10 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 67 રન છે. અભિષેક શર્માએ જોખમી ઓપનિંગ ભાગીદારીને તોડી હતી. જે બાદ શિવમ દુબેએ યજમાન ટીમને બીજો ઝટકો આપ્યો હતો. બેનેટ 4 અને કેપ્ટન રઝા 0 રને રમતમાં છે.
ઝિમ્બાબ્વેએ વિના વિકેટે 50 રન બનાવી લીધા છે. 7.1 ઓવરમાં તેમણે આ મુકામ હાંસલ કર્યો હતો. વેસ્લી 22 અને મારુમણી 21 રન બનાવીને રમતમાં છે.
6 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર વિના વિકેટે 44 રન છે. વેસ્લી 19 અને મારુમણી 18 રન બનાવીને રમતમાં છે. ભારતીય બોલર્સને વિકેટની જરૂર છે. હાલ વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ બોલિંગ કરી રહ્યા છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમનો સ્કોર 4 ઓવરના અંતે 35 રન છે. વેલ્સી 17 રન અને મારુમણી 11 રન બનાવી રમતમાં છે. તુષાર દેશપાંડે માટે ડેબ્યૂ મેચ સારી રહી નથી. તેણે 2 ઓવરમાં 21 રન આપ્યા છે અને વિકેટ લઈ શક્યો નથી.
2 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર વિના વિકેટે 15 રન છે. વેસ્લી 12 અને મારુમણી 3 રને રમતમાં છે. આઈપીએલ સ્ટાર અને આ ટી20થી ડેબ્યૂ કરનારા તુષાર પાંડેએ તેની કરિયરની પ્રથમ ઓવરમાં 11 રન આપ્યા હતા.
વેસ્લી અને મારુમણી ઝિમ્બાબ્વે માટે ઓપનિંગ કરવા આવ્યા છે. ભારતે પ્રથમ ઓવર ખલીલ અહેમદને સોંપી છે. 1 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર વિના વિકેટે 4 રન છે. વેસ્લી 4 રને મારુમણી 0 રને રમતમાં છે.
ઝિમ્બાબ્વેએ ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમણે ગત મેચની જેમ જ પ્લેઇંગ ઇલેવન જાળવી રાખી છે.
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે, ખલીલ અહમદ
ઝિમ્બાબ્વે સામે ચોથી ટી20માં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીત્યા બાદ કહ્યું, વિકેટ એકદમ ફ્રેશ છે તેથી અમે બોલિંગનો ફેંસલો કર્યો છે. ભારતીય ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. આવેશ ખાનની જગ્યાએ તુષાર દેશપાંડેને સામેલ કરવામાં આવ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
India vs Zimbabwe 4th T20I Updates: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની ચોથી મેચ આજે એટલે કે 13 જુલાઈ શનિવારના રોજ રમાશે. શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા ચોથી મેચમાં બદલાયેલી દેખાઈ શકે છે. કેપ્ટન શુભમન ગિલે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચોની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં આશા છે કે આજે ચોથી T20માં પણ તુષાર દેશપાંડેના રૂપમાં ટીમના પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે છે.
તુષાર દેશપાંડે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની ચોથી T20માં ડેબ્યૂ કરી શકે છે. અત્યાર સુધી અભિષેક શર્મા અને રેયાન પરાગ જેવા ખેલાડીઓ આ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી ચૂક્યા છે. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનાર તુષાર દેશપાંડે પણ આ સીરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુકી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શુભમન ગિલ ચોથી T20ની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે છે કે નહીં.
ચોથી T20માં આવેશ ખાન અથવા ખલીલ અહેમદની જગ્યાએ તુષાર દેશપાંડેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ખલીલ અત્યાર સુધી અંદર- બહાર થતો રહ્યો છે. ખલીલ પ્રથમ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. આ પછી તેને બીજી ટી20માં બેન્ચ પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજી ટી20માં ખલીલ ફરી એકવાર પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ્યો. મુકેશ કુમારને ત્રીજી ટી20માં બેન્ચ પર રાખવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ખલીલ અહેમદની જગ્યાએ તુષાર દેશપાંડે પોતાની ડેબ્યૂ મેચ રમી શકે છે.
IPL 2024માં શાનદાર પ્રદર્શનના આધારે તુષારને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. ચેન્નાઈના ફાસ્ટ બોલરે સિઝનની 13 મેચમાં 24.94ની એવરેજથી 17 વિકેટ લીધી હતી.
ઝિમ્બાબ્વે સામેની ચોથી T20માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, તુષાર દેશપાંડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -