India Women vs Ireland Women: મહિલા ટીમ ઈન્ડિયાએ જોરદાર પ્રદર્શન કરીને રાજકોટમાં જીત મેળવી છે. ભારતે ODI શ્રેણીની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડએ 239 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 34.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. તે માટે પ્રતિકા રાવલ અને તેજલે જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. બંનેએ અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સીમાં રમી હતી.


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 27 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. સારા ફોર્બ્સ માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી ઉના રેમન્ડ 5 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. જ્યારે ઓરલા 9 રન બનાવી આઉટ થઈ હતી. પરંતુ કેપ્ટન ગેબી લેવિસે એક છેડો પકડી રાખ્યો હતો. તેણે 15 ચોગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. લી પોલે પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 7 ચોગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા.






ટીમ ઈન્ડિયાએ માત્ર 34.3 ઓવરમાં મેચ જીતી લીધી -


આયર્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી ભારતીય ટીમે 34.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન મંધાના અને પ્રતિકા વચ્ચે મજબૂત ભાગીદારી હતી. મંધાનાએ 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. જ્યારે પ્રતિકાએ 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. તેજલ પાંચમા નંબરે બેટિંગ કરવા આવી હતી. તેણે અણનમ અડધી સદી ફટકારી હતી. તેજલની આ ઇનિંગમાં 9 ચોગ્ગા સામેલ હતા. તેણે 53 રન બનાવ્યા હતા. રિચા ઘોષે અણનમ 8 રન બનાવ્યા હતા.


ભારત માટે પ્રિયા મિશ્રાએ શાનદાર બોલિંગ કરી -


ભારત તરફથી પ્રિયાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 9 ઓવરમાં 56 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સાથે 1 મેડન ઓવર પણ નાખવામાં આવી હતી. તિતાસ સાધુ અને સયાલીને 1-1 વિકેટ મળી હતી. દીપ્તિ શર્માને પણ 1 સફળતા મળી. 


ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરે અચાનક નિવૃતીની જાહેરાત કરી તમામને ચોંકાવ્યા