મુંબઇઃ ભારતના ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ રૉયલ લંડન વનડે કપમાં પોતાનુ શાનદાર ફોર્મ યથાવત રાખ્યુ છે. મંગળવારે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ રૉયલ લંડન એક દિવસીય કપમાં પોતાની ત્રીજી તાબડતોડ સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા. સસેક્સનુ પ્રતિનિધિત્વ કરી રહેલા ચેતેશ્વર પુજારાની 90 બૉલમાં 132 રનની તોફાની ઇનિંગથી મિલસેક્સ વિરુદ્ધ 50 ઓવરમાં ચાર વિકેટો પર 400 રન બનાવ્યા. 


ટીમની કેપ્ટનશીપ કરી રહેલા ચેતેશ્વર પુજારાએ પોતાની આક્રમક ઇનિંગમાં 20 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. બેટ્સમેન ટૉસ એલસોપે 155 બૉલમાં 189 રનની ઇનિંગ રમી. પુજારા અને એલસોપે ત્રીજી વિેકેટ માટે 240 રનની ભાગીદારી કરી હતી. 






પુજારાએ આ પહેલા વૉરવિક્શર વિરુદ્ધ 107 અને સરે વિરુદ્ધ 174 રન બનાવ્યા હતા, આ તેના લિસ્ટ એ કેરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કૉર છે. આ પહેલા કાઉન્ટી ચેમ્પીયનશીપમાં શાનદાર બેટિંગના દમ પર ચેતેશ્વર પુજારાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમમાં વાપસી કરી હતી. 


આ પહેલા પણ પૂજારાએ 131 બોલમાં 174 રન બનાવ્યા હતા
આ પહેલા પણ સરે સામેની વન-ડે મેચમાં સસેક્સની ટીમે એક સમયે પોતાના બંને ઓપનરની વિકેટ 9 રનમાં ગુમાવી દીધી હતી. અહીંથી પૂજારા અને ટોમ ક્લાર્કે 205 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ક્લાર્ક 104 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ પુજારા ક્રિઝ પર જ રહ્યો હતો. તેણે 131 બોલમાં 174 રન બનાવ્યા હતા. તેની ઇનિંગની મદદથી સસેક્સે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 378 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સસેક્સે આ મેચમાં 216 રનથી જીત મેળવી હતી.


આ પણ વાંચો....... 


Vadodara : પોલીસને જોઈ કોંગ્રેસના યુવા નેતાએ કાર યુ-ટર્ન લઈ હંકારી મુકી, પોલીસને પડી શંકા ને પછી......


India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ


નાગાસાકીના ગુન્હાનો અર્થઃ પરમાણુ યુગમાં અમેરિકી શક્તિ અને અમાનવીકરણ


School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત


Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો


Gujarat Election 2022 : કોંગ્રેસની મોટી જાહેરાતઃ જૂની પેંશન યોજના કરાશે લાગું, ખેડૂતો માટે પણ મોટી જાહેરાત


Vadodara : પોલીસને જોઈ કોંગ્રેસના યુવા નેતાએ કાર યુ-ટર્ન લઈ હંકારી મુકી, પોલીસને પડી શંકા ને પછી......


India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ