Indian Blind Womens Cricket: ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ બર્મિંગહામમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે કાંગારૂઓને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.
હવે ભારતીય મેન્સ બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ પાસેથી ગોલ્ડની અપેક્ષા છે
આ સિવાય ભારતીય પુરૂષ બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ IBSA વર્લ્ડ ગેમ્સમાં ફાઇનલમાં પહોંચી છે. હવે ફાઇનલમાં ભારતીય પુરૂષ બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ સામે પાકિસ્તાનનો પડકાર રહેશે. જો કે ભારતીય ચાહકો મહિલા ટીમ બાદ પુરૂષ ટીમ પાસેથી ગોલ્ડની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે આ પહેલા IBSA વર્લ્ડ ગેમ્સની લીગ મેચમાં પાકિસ્તાને ભારતીય ટીમને હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ ટાઈટલ મેચમાં પાકિસ્તાનને હરાવીને લીગ મેચમાં મળેલી હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આવો રહ્યો હતો ભારત-ઓસ્ટ્રેલિયા મેચનો હાલ
IBSA વર્લ્ડ ગેમ્સમાં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રીતે ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બીજી તરફ ભારત-ઓસ્ટ્રેલિયા મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવા ઉતરીને 9 ઓવરમાં 8 વિકેટે 114 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 3.3 ઓવરમાં 1 વિકેટે 43 રન બનાવ્યા હતા, પરંતુ તે પછી વરસાદના કારણે રમત રોકવી પડી હતી. જોકે, સારા નેટ રન રેટને કારણે ભારતીય ટીમને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial