Ishant Sharma Team India: ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી હાલ દૂર છે. ઈશાંત શર્માએ છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2021માં રમી હતી. આ પછી તે ટીમ ઈન્ડિયામાં પાછો જોવા મળ્યો નથી. ઈશાંત શર્મા તાજેતરમાં તેની કારકિર્દીના શરૂઆતના દિવસોનો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. ઈશાંતે જણાવ્યું કે તેને કેમેરા ફોન રાખવાની મંજૂરી નહોતી.


ઈશાંતે પોતાના ફોનનો કિસ્સો સંભળાવ્યોઃ


ક્રિકબઝના યુટ્યુબ વીડિયોમાં, ઈશાંતે કિસ્સો સંભળાવતાં કહ્યું કે, "નાનપણમાં અમને કેમેરા ફોન રાખવાની છૂટ નહોતી. તેઓ (ઈશાંતના પિતા) કહેતા હતા કે સામાન્ય ફોન લો, કેમેરા ફોન નથી લેવાનો. જોકે એ પછી અંડર-19માંથી મળેલા પૈસા ભેગા કર્યા પછી મેં પહેલીવાર કેમેરા ફોન લીધો હતો.


આ અંગે ઈશાંતના પિતા વિજય શર્માએ અન્ય એક કિસ્સો સંભળાવ્યો. તેમણે કહ્યું, "ઈશાંત બાંગ્લાદેશ ગયો હતો, ત્યારે તે પોતાનો નવો ફોન લઈને ગયો હતો. ઈશાંત ત્યાં ડિનર કરી રહ્યો હતો અને ફોન ટેબલ પર જ મૂકી દીધો હતો. ત્યાર બાદ ફોન શોધ્યો હતો પરંતુ ફોન મળ્યો નહોતો.


ઈશાંતની અત્યાર સુધીની કારકિર્દીઃ


નોંધપાત્ર વાત એ છે કે, ઈશાંતની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. પરંતુ ઈજાને કારણે તેને ઘણી અસર થઈ હતી. ઈશાંતે 105 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી છે. તેણે 80 વનડેમાં 115 વિકેટ લીધી છે. તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ રમી ચૂક્યો છે. ઈશાંતે આ ફોર્મેટમાં 8 વિકેટ લીધી છે.


ઈશાંતે આઈપીએલમાં પણ સારો દેખાવ કર્યો છે. તે ભારતીય ટીમની સાથે અન્ય ટીમો માટે પણ રમી ચૂક્યો છે. ઈશાંત ઈન્ડિયા રેડ, દિલ્હી, કોલકાતા નાઈટ રાઈડર્સ, ઈન્ડિયા એ, નોર્થ ઝોન, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ સહિત ઘણી ટીમો માટે રમ્યો છે.


આ પણ વાંચો.....


WhatsApp Features: હવે માત્ર ચેટિંગ એપ નહીં, વોટ્સએપ બની રહ્યું છે સુપર એપ, JioMart સાથે મળીને શરૂ કરી આ ખાસ સેવા


Gautam Adani : દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, આ સ્થાને પહોંચનાર એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા


China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ