નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી ટૉપ પર છે, અને પૉઇન્ટ પ્રમાણે તેની નજીક કોઇ ટીમ દેખાતી નથી. ભારતે અત્યાર સુધી 7 ટેસ્ટ મેચ રમી છે અને બધી જીતી છે, જેના કારણે 360 પૉઇન્ટ મેળવીને ટૉપ પર રહી છે. ભારતની જીતમાં ખાસ કરીને બૉલર્સનો પ્રદર્શન ખુબ મહત્વનુ સાબિત થયુ છે. હવે ભારતીય બૉલરોની એકબાજુ પ્રસંશા થઇ રહી છે તો બીજીબાજુ કેટલીક ખામીઓ પણ બહાર આવી રહી છે.


બે વખતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન રિકી પૉન્ટિંગે મોટુ નિવેદન આપીને ભારતીય ટીમને ચેતાવી દીધી છે. રિકી પૉન્ટિંગે કહ્યું કે હાલની ભારતીય ટીમ શાનદાર, ભારતના બૉલરો સૌથી વધુ ખતરનાક થઇ ગયા છે, વિરોધી ટીમને ગમે ત્યારે ધ્વસ્ત કરી નાંખવા માટે સક્ષમ છે. ભારતનું બૉલિંગ એટેક ઓસ્ટ્રેલિયા કરતાં ખુબ સારુ છે.



રિકી પૉન્ટિંગે પ્રસંશાની સાથે કેટલીક ખામીઓ પણ બતાવી, ક્રિકેટ ડૉટ કૉમ ડૉટ એયુને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી શાનદાર કમાલ કરી રહી છે, તેમની સાથે ઉમેશ યાદવ અને ઇશાંત શર્મા પણ ફોર્મમાં આવી ગયા છે. ભારત પાસે ઉચ્ચ કક્ષાનુ ફાસ્ટ બૉલિંગ એટેક છે. એટલુ જ નહીં રવિચંદ્રન અશ્વિન અને જાડેજા પણ આક્રમક બૉલિંગ કરી રહ્યાં છે.



જોકે, જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં રમવા આવે છે ત્યારે તેઓ વધારે સંઘર્ષ કરતાં દેખાઇ રહ્યાં હોય છે. ઓસ્ટ્રેલિયામાં હંમેશાથી ભારતીય બૉલરો નથી ચાલતા. આ વખતે પણ તેઓ સંઘર્ષ કરતાં દેખાશે.