Indian Team Home Test Defeat In Rohit And Virat Captaincy: રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ હારી ગઈ હતી. બંને વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની આ પ્રથમ મેચ હતી. ટીમ ઈન્ડિયાએ સીરીઝની શરૂઆત હાર સાથે કરી હતી. રોહિતના કાર્યકાળ દરમિયાન ઘરની ધરતી પર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની આ ત્રીજી હાર હતી. જ્યારે વિરાટ કોહલીના જમાનામાં ટીમ ઈન્ડિયા ઘરની ધરતી પર માત્ર 2 ટેસ્ટ હારી હતી.


વિરાટ કોહલી 2014 થી 2021 સુધી ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો. આ પછી રોહિત શર્માએ ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી. કોહલીના સમયમાં, એટલે કે લગભગ 7 વર્ષના સમયગાળામાં ટીમ ઈન્ડિયાને ઘરની ધરતી પર માત્ર 2 ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રોહિત શર્માની કેપ્ટનશીપમાં એટલે કે લગભગ 18 મહિનાના ગાળામાં ટીમ ઈન્ડિયા 3 ઘરઆંગણે ટેસ્ટ હારી ગઈ છે.


રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 2024માં જ બે ઘરેલુ ટેસ્ટ હારી ગઈ છે. આ પહેલા 2024માં હૈદરાબાદમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ટીમ ઈન્ડિયા 7 વર્ષમાં માત્ર 2 ઘરેલુ ટેસ્ટ હારી ગઈ હતી.


બેંગ્લુરુંમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 8 વિકેટથી હારી ટીમ ઇન્ડિયા 
બેંગલુરુમાં રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને રોહિત બ્રિગેડ પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. ત્યારબાદ જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 402/10 રન બનાવ્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 462 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ આપ્યો. લક્ષ્યનો પીછો કરતા કિવી ટીમે 110/2 રન બનાવીને જીત મેળવી હતી. આ રીતે ભારતીય ટીમને મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.


આ પણ વાંચો


Cricket: શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11માં એક ફેરફાર નક્કી, કોણ થશે બહાર ને કોને મળશે એન્ટ્રી ?