બધા ક્રિકેટ ફેન્સ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAE માં યોજાનાર એશિયા કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ ગ્રુપ A માં પાકિસ્તાન સાથે સામેલ છે, જેમાં ઓમાન અને UAE પણ છે. એટલે કે ભારત અને પાકિસ્તાન સુપર 4 માટે ક્વોલિફાય થવા માટે મજબૂત દાવેદાર છે. ત્યાં પણ આ બંને વચ્ચે એક મેચ થઈ શકે છે. મહિલા વર્લ્ડ કપ પણ સપ્ટેમ્બરમાં શરૂ થવાનો છે. આ વર્ષે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ, મેચોની યાદી જાણો.
ટીમ ઈન્ડિયા એશિયા કપમાં કેટલી મેચ રમશે ?
એશિયા કપમાં કુલ 8 ટીમો રમી રહી છે. જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ તેના ગ્રુપની 3 ટીમો સાથે 1-1 મેચ રમશે. આ પછી દરેક ટીમ સુપર 4 માં પણ 3 મેચ રમશે, જો ભારત સુપર 4 માં પહોંચે છે તો ટીમ ઈન્ડિયા એશિયા કપમાં કુલ 6 મેચ રમશે. જો તે ફાઇનલમાં પહોંચે છે, તો આ સંખ્યા 7 થઈ જશે.
10 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ યુએઈ (દુબઈ)14 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (દુબઈ)19 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ ઓમાન (અબુ ધાબી)20 થી 26 સપ્ટેમ્બર: 3 મેચ (જો ભારત સુપર 4 માં પહોંચે તો)28 સપ્ટેમ્બર: ફાઇનલ (જો ભારત ફાઇનલમાં પહોંચે તો)
એશિયા કપ 2025 માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ કેટલી વાર રમાશે ?
14 સપ્ટેમ્બરના રોજ એક મેચ ફિક્સ છે. અને એવી પૂરી શક્યતા છે કે ગ્રુપ A માંથી ફક્ત ભારત અને પાકિસ્તાન સુપર 4 માં જશે, આવી સ્થિતિમાં ત્યાં પણ એક મેચ રમાશે. જોકે, ગ્રુપ સ્ટેજ પૂરો થયા પછી જ તે મેચની તારીખ નક્કી કરવામાં આવશે. જો ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 મેચ જોવા મળશે.
એશિયા કપ પછી ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ
28 તારીખે એશિયા કપ સમાપ્ત થયા પછી, ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝ સામે 2 ટેસ્ટ મેચ રમશે. આ પછી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 ODI અને 5 T20 મેચની શ્રેણી રમાશે. અહીં વિરાટ કોહલી અને રોહિત શર્મા પાછા ફરશે, જે હવે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે. આ પછી ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, ODI અને T20 શ્રેણી રમશે.
ટીમ ઈન્ડિયાની મેચની યાદી (2025)
2 થી 6 ઓક્ટોબર- IND vs WI 1st Test (નરેંદ્ર મોદી સ્ટેડિયમ)10 થી 14 ઓક્ટોબર- IND vs WI 2nd Test (અરુણ જેટલી સ્ટેડિયમ)19 ઓક્ટોબર- IND vs AUS 1st ODI (ઓપ્ટસ સ્ટેડિયમ)23 ઓક્ટોબર-IND vs AUS 2nd ODI (એડિલેડ ઓવલ)25 ઓક્ટોબર- IND vs AUS 3rd ODI (એસ સી ગ્રાઉન્ડ )29 ઓક્ટોબર- IND vs AUS 1st T20 (મનુકા ઓવલ)31 ઓક્ટોબર- IND vs AUS 2nd T20 (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)2 નવેમ્બર- IND vs AUS 3rd T20 (બૈલેરીવ ઓવલ )6 નવેમ્બર- IND vs AUS 4th T20 (હેરિટેઝ બેંક સ્ટેડિયમ)8 નવેમ્બર- IND vs AUS 5th T20 (ગાબા સ્ટેડિમ)14 થી 18 નવેમ્બર- IND vs SA 1st Test (ઈડન ગાર્ડન્સ)22 થી 26 નવેમ્બર- IND vs SA 2nd Test (એસસી સ્ટેડિયમ)30 નવેમ્બર- IND vs SA 1st ODI (ઝારખંડ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ )3 ડિસેમ્બર- IND vs SA 2nd ODI (શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમ )6 ડિસેમ્બર- IND vs SA 3rd ODI (એસીએ,વીડીએસ સ્ટેડિયમ)9 ડિસેમ્બર- IND vs SA 1st T20 (કટક)11 ડિસેમ્બર- IND vs SA 2nd T20 (મહારાજા યાદવિંદ્ર સિંહ સ્ટેડિયમ)14 ડિસેમ્બર- IND vs SA 3rd T20 (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)17 ડિસેમ્બર- IND vs SA 4th T20 (ઈકાના ક્રિકેટ સ્ટેડિમય)19 ડિસેમ્બર- IND vs SA 5th T20 (નરેંદ્ર મોદી સ્ટેડિયમ)
મહિલા વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સાથે રમશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સાથે 3 મેચની ODI શ્રેણી રમશે, ત્યારબાદ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સાથે 2 વોર્મ-અપ મેચ રમશે. ભારતમાં યોજાનારા મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 30 સપ્ટેમ્બરે શ્રીલંકા સાથે છે.
14 સપ્ટેમ્બર- IND-W vs AUS-W 1લી ODI (મહારાજા યાદવીન્દ્ર સિંહ PCA સ્ટેડિયમ)17 સપ્ટેમ્બર- IND-W vs AUS-W 2જી ODI (મહારાજા યાદવીન્દ્ર સિંહ PCA સ્ટેડિયમ)20 સપ્ટેમ્બર- IND-W vs AUS-W ત્રીજી ODI (અરુણ જેટલી સ્ટેડિયમ)
મહિલા વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યારે રમાશે?
5 ઓક્ટોબરે, આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાશે.
મહિલા વર્લ્ડ કપ 2025 માં ભારત શેડ્યૂલ
30 સપ્ટેમ્બર- IND-W vs SL-W (M ચિન્નાસ્વામી સ્ટેડિયમ)
5 ઓક્ટોબર- IND-W vs PAK-W (R પ્રેમદાસ સ્ટેડિયમ)
9 ઓક્ટોબર- IND-W vs SA-W (ACA VDCA સ્ટેડિયમ)
12 ઓક્ટોબર- IND-W vs AUS-W (ACA VDCA સ્ટેડિયમ)
19 ઓક્ટોબર- IND-W vs ENG-W (હોલ્કર સ્ટેડિયમ)
23 ઓક્ટોબર- IND-W vs NZ-W (ACA સ્ટેડિયમ)
26 ઓક્ટોબર- IND-W vs BAN-W (M ચિન્નાસ્વામી સ્ટેડિયમ)