Ajinkya Rahane Retirement from International Cricket: ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી.

Continues below advertisement

 

Continues below advertisement

ભારતીય ક્રિકેટના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનોમાં ગણાતા અજિંક્ય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. રહાણેએ 30 જુલાઈ (ગુરુવાર) ના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની શાનદાર કારકિર્દીનો અંત લાવવાની ઘોષણા કરી હતી. રહાણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ગત સીઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના કેપ્ટન હતા, પરંતુ હવે તેઓ આ T20 લીગમાં પણ જોવા નહીં મળે. રહાણેએ સ્પષ્ટ કર્યું કે તેઓ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે.

આ પણ વાંચો...શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન

અજિંક્ય રહાણેએ લખ્યું, 'કેપ નંબર 278, હવે અહીં જ વિરામ. વર્ષો સુધી મળેલા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. હું હંમેશા તમારો આભારી રહીશ.' આ સંદેશ સાથે તેમણે પોતાના ચાહકો, સાથી ખેલાડીઓ, કોચ અને ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

 

રહાણેની કારકિર્દીનો સૌથી સુવર્ણ અધ્યાય 2020-21 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જોવા મળ્યો હતો. એડિલેડ ટેસ્ટમાં ભારતની શરમનાક હાર અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેમણે ટીમની કમાન સંભાળી હતી. મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને તેમણે ભારતને સિરીઝમાં વાપસી કરાવી હતી. ત્યારબાદ યુવા ખેલાડીઓથી સજ્જ ટીમે બ્રિસ્બેનના ગાબા મેદાન પર ઐતિહાસિક જીત નોંધાવીને ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ટેસ્ટ સિરીઝમાં 2-1 થી હરાવ્યું હતું. આ જીત ભારતીય ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર ઉપબ્ધિઓમાં ગણાય છે અને રહાણેની કેપ્ટનશીપને હંમેશા યાદ રાખવામાં આવશે.

6  ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરીઅજિંક્ય રહાણેએ 6 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ પણ કર્યું હતું, જેમાં 4 જીત મેળવી હતી અને ૨ ડ્રો કરાવી હતી. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2021 માં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી.

રહાણેની ટેસ્ટ કારકિર્દી:

• 85 મેચ, 5077 રન, 38.46 સરેરાશ

• 12 સદી, 26 અડધી સદી, 49.50 સ્ટ્રાઇક રેટ

• 578 ચોગ્ગા, 35 છગ્ગા