Washington Sundar Viral Video: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ, બાંગ્લાદેશ સામેની બીજી વનડે દરમિયાન વોશિંગ્ટન સુંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ વોશિંગ્ટન સુંદરની પ્રતિક્રિયા પર સતત તેમની પ્રતિભાવો આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો બાંગ્લાદેશી ઇનિંગ દરમિયાનનો છે. આ સિવાય વોશિંગ્ટન સુંદરે મેચમાં શાનદાર બોલિંગ પણ કરી હતી. તેણે 3 બાંગ્લાદેશી બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા.


 






વોશિંગ્ટન સુંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે


વાસ્તવમાં, આ મેચમાં વોશિંગ્ટન સુંદરે શાકિબ અલ હસનને આઉટ કરીને તેની વિકેટ લીધી હતી. શિખર ધવને વોશિંગ્ટન સુંદરના બોલ પર શાકિબ અલ હસનનો કેચ પકડ્યો હતો. શિખર ધવને આ કેચ ફાઈન લેગ પર પકડ્યો હતો. આ પછી બોલર વોશિંગ્ટન સુંદરની પ્રતિક્રિયા જોવા જેવી હતી. જોકે, ભારતીય ઓલરાઉન્ડરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વોશિંગ્ટન સુંદરની આ પ્રતિક્રિયા ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. આ વાયરલ વીડિયો પર ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.


 





ભારતને જીતવા 272 રનોનો ટાર્ગેટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી વનડે રમાઇ રહી છે, ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી વનડેમાં બાંગ્લાદેશની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, અને પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં ટીમે 7 વિકેટો ગુમાવીને 271 રન બનાવ્યા છે, હવે ભારતને બીજી વનડે જીતવા માટે 272 રનોની જરૂર છે. બાંગ્લાદેશની વાત કરીએ તો, બાંગ્લાદેશની ટીમે શરૂઆતી પ્રથમ 6 વિકેટો માત્ર 69 રનમાં જ ગુમાવી દીધી હતી,જોકે, બાદમાં મહેદ હસન અને મહેમુદુલ્લાહે લડાયક બેટિંગ કરી હતી, બન્નેએ ધૈર્યપૂર્ણ બેટિંગ કરતાં ટીમના સ્કૉરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો હતો. આ ઇનિંગ દરમિયાન મહેદી હસને શાનદાર બેટિંગ કરતાં સદી ફટકારી હતી. 




મહેદી હસનની શાનદાર સદી

મહેદી હસને 83 બૉલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેને સામે છેડે મહેમુદુલ્લાહનો સાથ મળ્યો હતો, મહેમુદુલ્લાહે પણ શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ હતુ. મહેમુદુલ્લાહે 96 બૉલમાં 77 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ બે ખેલાડીઓ સિવાય અન્ય કોઇ બેટ્સમેને ક્રિઝ પર ટકી શક્યો ન હતો.




ભારતની નબળી બૉલિંગ

ભારતની વાત કરીએ તો, ભારતની બૉલિંગ શરૂઆતમાં દમદાર જોવા મળી હતી, બાદમાં બાંગ્લાદેશી બેટ્સમેનો આઉટ કરવામા નિષ્ફળ રહી હતી.  ભારત તરફથી સૌથી સારી બૉલિંગ વૉશિંગટન સુંદરની રહી સુંદરે પોતાની 10 ઓવરના સ્પેલમાં માત્ર 37 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાજે શરૂઆતમાં સારી બૉલિંગ કરી પરંતુ વધુ વિકેટો ઝડપી શક્યા ન હતા. મોહમ્મદ સિરાજે સૌથી વધુ રન આપ્યા હતા, તેને 10 ઓવરના સ્પેલમાં 73 રન આપીને 2 વિકેટો ઝડપી હતી, તો ઉમરાન મલિકે 10 ઓવરમાં 58 રન આપ્યા હતા, અને 2 વિકેટો પોતાના નામે કરી હતી.